ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસામાં યુવા ભાજપ દ્વારા યોજાયેલ મેરેથોન દોડમાં ધારાસભ્ય સહિત યુવાનો દોડ્યા

Text To Speech

પાલનપુર: ડીસામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં યુવા ભાજપ દ્વારા યોજાયેલ મેરેથોન દોડમાં ધારાસભ્ય સહિત યુવાનો દોડ્યા હતા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્ર આપેલું છે સ્વામી વિવેકાનંદે. ત્યારે સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જે અંતર્ગત આજે (ગુરૂવારે) બનાસકાંઠાના ડીસા માં પણ યુવા ભાજપ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. આ મેરેથોન દોડ એરપોર્ટ ચાર રસ્તા થી સાંઇબાબા મંદિર સુધી યોજાઇ હતી. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી સહિત મોટી સંખ્યામાં યુવાનોએ મેરેથોન દોડમાં ભાગ લઈ દોડ્યા હતા. અને એક થી ત્રણ નંબર સુધી વિજેતા થનાર યુવાનોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવડીયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઇએ જણાવ્યું હતું કે, આજે ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરાયું છે અને દરેક યુવાનો તંદુરસ્ત રહે અને રાષ્ટ્ર માટે કામ કરે તેવી ભાવના સાથે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો :પાલનપુર: ડીસાના ડાવસ અને વિઠોદર ગામનો રોડ સાત મહિનાથી અધૂરો, લોકો ભોગવી રહ્યા છે હાલાકી

Back to top button