ગુજરાતટોપ ન્યૂઝ

બાયડના યુથ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ, કોંગ્રેસના બે રંગીન મિજાજી નેતાઓની કરતૂત

Text To Speech

ડિજિટલ યુગમાં નેતાઓ અને અગ્રણીઓની માનસિકતા વોટ્સએપ ગ્રુપમાં છતી થતી રહે છે. સફેદ કપડાંની અંદર બધાં નાગાની કહેવત સાર્થક કરતા હોય તેમ કેટલાંક રાજકીય અગ્રણીઓ  કાર્યકરો બિભસ્ત વીડિયો અને ફોટા વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરતા હોય છે. જાણે અજાણ્યે કરવામાં આવતી આ પોસ્ટથી તેમની માનસિકતા છતી થાય છે. આવી જ એક ઘટના યુથ કોંગ્રેસ બાયડના વોટ્સએપ ગ્રુપમાં જોવા મળી. યુથ કોંગ્રેસ બાયડના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

બાયડ AAP પાર્ટીના ગ્રુપમાં પણ અશ્લિલ પોસ્ટ વાયરલ થઈ હતી
રંગીન મિજાજી બે યુવા કાર્યકરોએ અશ્લીલ પોસ્ટ મુકતા અન્ય સભ્યો ક્ષોભમાં મુકાયા હતા. અશ્લીલ પોસ્ટ વાયરલ થતા જ ગ્રુપના અન્ય મેમ્બરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે રોષ વધતા હાલમાં પોસ્ટ વાયરલ કરનારને ગ્રુપમાંથી રિમુવ કરવા એડમીનને અન્ય કાર્યકરોએ માગ કરી છે. યુથ કોંગ્રેસ બાયડના ગ્રુપમાં ધારાસભ્ય સહિત અન્ય કોંગ્રેસ નેતાઓ પણ સામેલ છે. અરવલ્લી જિલ્લાના રાજકીય પક્ષોના ગ્રુપમાં સમયાંતરે બિભસ્ત વીડિયો અને ફોટો પોસ્ટ કરવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. આવ ભાઈ આપણે બેઉ સરખા તેમ આ પહેલા બાયડ AAP પાર્ટીના ગ્રુપમાં પણ અશ્લિલ પોસ્ટ વાયરલ થઈ હતી.

લોકોમાં જોવા મળ્યો રોષ
બાયડ યુથ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં રવિવારે સાંજે એક યુવા નેતાએ બે-ત્રણ અશ્લીલ વીડિયો પોસ્ટ કરી હતી. આ વીડિયો જોઈ અન્ય એક યુવા કાર્યકરમાં બિભસ્ત વીડિયો વાયરલ કરવાની હોડ જામી હોય તેમ કોંગ્રેસના બીજા કાર્યકર્તાએ પણ બિભસ્ત વીડિયો પોસ્ટ કર્યા હતા. અશ્લીલ વીડિયો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતાં બંને નેતાઓને તાત્કાલિક ગ્રુપમાંથી કાઢી મુકવાની માગ ઊઠી હતી. સાથે જ આ મુદ્દો મીડિયામાં ચમકશે તો કોંગ્રેસના નેતાઓ અને મહાનુભવોને નીચા જોવાપણું થશે તેવી પણ કેટલાંક લોકોએ પોસ્ટ કરી હતી.

Back to top button