ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : લાખણી પાસે ચાલુ ટ્રકે સિંગદાણાના કટ્ટા ચોરતી ગેંગ પકડાઈ

Text To Speech

પાલનપુર: આગથળા પોલીસે રાત્રિના સમયે ચાલુ ટ્રકે ચોરી કરી માલસામાન ચોરતી ગેંગના ચાર સાગરીતો ઝડપી તેઓએ બે દિવસ પહેલા કરેલી ચોરીનો મુદ્દામાલ તથા પીકઅપ ડાલું ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આગથળા પોલીસે ચોરી કરતી ગેંગ ઝડપી કાર્યવાહી હાથ ધરી

9 જાન્યુઆરી ની રાત્રે પાલનપુર થી થરાદ તરફ સિંગદાણાના કટા ભરી આવતી ટ્રકમાંથી કાતરવાથી લાખણી વચ્ચે ચાલુ ટ્રકે કોઈ અજાણ્યા ઈસમોએ ટ્રક પાછળ પીકઅપ ડાલું રાખી ટ્રક ઉપર બાંધેલી તાડપત્રી અને રસ્સા તોડી અંદરથી સીંગદાણાના 20 કટ્ટાની ચોરી કરી હતી. જે બાબતે ટ્રક ચાલક ઈશ્વરભાઈ કરસનભાઈ પટેલે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગેંગ પાસેથી બે દિવસ પહેલા ચોરેલો મુદ્દામાલ કબજે કરાયો

જે ચોરી કરનાર ઈસમો ડીસા થી લાખણી તરફ ઈકો ગાડીમાં આવી રહ્યા હોવાની ખાનગી બાતમી હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહને મળતાં પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એન.એસ. રાણાએ તેમના સ્ટાફ સાથે આગથળા ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતાં ઈકો ગાડીમાંથી જુનાડીસાના રામાભાઈ ભીખાભાઈ સરાણિયા તથા જગમાલભાઈ રૂપસિંહભાઇ વાદી ને ઝડપી લઇ પૂછપરછ કરતાં બંને આરોપીઓએ ચોરેલો મુદ્દામાલ તેમના સહ આરોપીના જુનાડીસા ખાતે રહેલ ઘરની પાછળના ભાગે સંતાડેલો હોવાનું જણાવતાં પોલીસે બંનેને સાથે લઈ ટ્રકમાંથી ચોરાયેલ સીંગદાણાના કટ્ટા 20 કિં.રૂ. 1,00,800/- તથા ચોરીમાં ઉપયોગ લીધેલ પીકપ ડાલુ કિં.રૂ. 2 લાખ મળી કુલ 300,800/- નો મુદ્દામાલ કબજે લઈ અન્ય બે જુના ડીસાના સહ આરોપી અજીતભાઈ સોનાભાઈ સરાણીયા તથા અંકિતભાઈ કેશાભાઈ વાદી ને ઝડપી લઇ ચારેય ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button