બનાસકાંઠા જિલ્લામાં ધુમ્મસ સાથે વાદળછાયુ વાતાવરણ છવાતા ધરતીપુત્ર બન્યા ચિંતિત
પાલનપુર: મકરસંક્રાંતિ પર્વ અગાઉ ગુરુવારે સવારથી જ બનાસકાંઠા જિલ્લાના આકાશી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેમાં વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા અને ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું. જેથી ખેડૂતોને કમોસમી વરસાદની દહેશત સતાવી રહી છે. ખેડૂતો ચિંતામાં એટલા માટે વધી રહી છે, કારણ કે ભારે પરિશ્રમ બાદ મોંઘા ભાવના બિયારણ અને ખાતર વાપરીને પાકનું વાવેતર કર્યું છે, ત્યારે વાદળો છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં 54000 હેક્ટરમાં બટાટાના પાકનું વાવેતર થયું છે. આગામી ફેબ્રુઆરી માસમાં આ બટાટા પાકતા તેને બહાર કાઢવાની કામગીરી શરૂ થશે.
શિયાળુ પાકોને નુકસાન થવાની ભિતી
અત્યારે પાક તૈયાર થવામાં છે જેને લઇને વાદળવાયું જ વાતાવરણ છવાઈ જતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી. જો વાદળછાયુ વાતાવરણ વધુ સમય રહે તો બટાટાના પાકમાં ચરમીનો રોગ આવવાની શક્યતા ખેડૂતો જોઈ રહ્યા છે. બીજી તરફ અન્ય પાકો જેવા કે, રાયડો, ઘઉં જીરું અને વરિયાળીના પાકોને પણ આ વાતાવરણની અસર થવાથી શક્યતાને લઈ નુકસાન થવાની ધરતીપુત્રોમાં ચિંતા પ્રસરી છે.
આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકો પર શંકા, ‘ભારત વિરોધી’ સૂત્રો લખ્યા