ટ્રેન્ડિંગફૂડલાઈફસ્ટાઈલ

ગુજરાતમાં ઊંધીયુ તો બીજા રાજ્યમાં મકરસંક્રાતિ પર શું છે લોકપ્રિય ? જાણો બીજા રાજ્યની રસપ્રદ વાનગી

મકરસંક્રાતિને હવે ગણતરી કલાકો બાકી રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ ઉત્તરાયણના પ્લાનિંગમાં પડી છે,આ દિવસે ઘરની ગૃહિણીઓ મોટા ભાગે બહારથી ભોજન મંગાવે છે અથવા તો એવી વસ્તુઓ ઘરે બનાવે છે કે જે સવારે જલ્દી બની જાય અને બધા ભેગા મળીને ખાઇ શકે. ભારતના ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ રાજ્યોમાં ખૂબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવવામાં આવે છે.

દક્ષિણ ભારતના તામિલનાડુ અને કેરળમાં તેને પોગલના નામથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આ તહેવાર પતંગ ઉડાડીને ઉજવવામાં આવે છે. જો કે મકરસંક્રાંતિમાં તલના લાડુ, સિંગદાણાની ચીકી , બોર, જામફળ જેવી અનેક વાનગીઓ આરોગવામાં આવે છે. રાજ્ય પ્રમાણે અલગ અલગ વાનગી ખાવાની પણ પ્રથા છે.

ગુજરાતમાં ઊંધીયુ તો બીજા રાજ્યમાં મકરસંક્રાતિ પર શું છે લોકપ્રિય ? જાણો બીજા રાજ્યની રસપ્રદ વાનગી hum dekhenge news

ગુજરાતમાં ઊંઘીયું જલેબી

જો ગુજરાતની વાત કરીએ તો આ દિવસે ગુજરાતીઓ કરોડો રુપિયાનું ઊંધિયુ અને જલેબી ખાઇ જાય છે. કેટલાક શહેરોમાં ફાફડાનું પણ ચલણ જોવા મળે છે.ગુજરાતમાં મકરસંક્રાંતિના દિવસે ઉંધિયું, જલેબી, લીલવાની કચોરી, તલની ચિક્કી અને ખીચડો ખાવામાં આવે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉત્તરાયણના નામે ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં ઊંધીયુ તો બીજા રાજ્યમાં મકરસંક્રાતિ પર શું છે લોકપ્રિય ? જાણો બીજા રાજ્યની રસપ્રદ વાનગી hum dekhenge news

બિહારમાં પ્રખ્યાત દહીં ચેવડો

બિહારમાં મકરસંક્રાંતિના દિવસે દહીં-ચેવડો ખાવામાં આવે છે. બિહારમાં દહીં ચેવડો ખાવાની પરંપરા છે. ચેવડાને પોહા કહેવાય છે. અહીં પોહાને દહીંમાં ભેળવીને ખાવામાં આવે છે. આને દહીં ચેવડો કહેવાય છે. તેને દહીં ચિવડા કે દહીં ચુરા પણ કહેવામાં આવે છે. દહીં ચેવડાને મધુર બનાવવા માટે તેમાં ખાંડને બદલે ગોળ ઉમેરવામાં આવે છે.

ગુજરાતમાં ઊંધીયુ તો બીજા રાજ્યમાં મકરસંક્રાતિ પર શું છે લોકપ્રિય ? જાણો બીજા રાજ્યની રસપ્રદ વાનગી hum dekhenge news

રાજસ્થાનના પ્રખ્યાત ચુરમા, હલવો અને ખીર

રાજસ્થાનમાં ખાંડ અને ઘઉંની સાથે દેશી ઘીમાં ડ્રાયફ્રૂટ્સ શેકવામાં આવે છે. રાજસ્થાનમાં તે ખૂબ જ ખાવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે બધા ઘરમાં તે ચોક્કસપણે ખવાય છે. રાજસ્થાનમાં ચુરમાની સાથે સોજીની ખીર ખાવાની પરંપરા છે.

ગુજરાતમાં ઊંધીયુ તો બીજા રાજ્યમાં મકરસંક્રાતિ પર શું છે લોકપ્રિય ? જાણો બીજા રાજ્યની રસપ્રદ વાનગી hum dekhenge news

મહારાષ્ટ્રમાં પુરણ પોળી

પુરણ પોળી મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. મહારાષ્ટ્રમાં તમામ તહેવારો પર દરેક ઘરમાં પુરણ પોળી બને છે. મકરસંક્રાંતિ પર પણ તેને ખાવાની પરંપરા છે. પૂરણપોળી એ ચણાના લોટ, તલ, ગોળ અને ચણાની દાળમાંથી બનેલી રોટલી છે. તેને ઘી સાથે પીરસવામાં આવે છે અને ખાવામાં આવે છે.

ગુજરાતમાં ઊંધીયુ તો બીજા રાજ્યમાં મકરસંક્રાતિ પર શું છે લોકપ્રિય ? જાણો બીજા રાજ્યની રસપ્રદ વાનગી hum dekhenge news

પશ્વિમ બંગાળમાં પીઠી પુલી

પશ્ચિમ બંગાળમાં મકરસંક્રાંતિને પોષ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે પશ્ચિમ બંગાળ, આસામ, ઓડિશામાં પીઠી પુલી અથવા પીઠી પોલી અને પાયેશ નામની વાનગીઓ ખવાય છે.

ગુજરાતમાં ઊંધીયુ તો બીજા રાજ્યમાં મકરસંક્રાતિ પર શું છે લોકપ્રિય ? જાણો બીજા રાજ્યની રસપ્રદ વાનગી hum dekhenge news

દક્ષિણ ભારતમાં સક્કરરાઇ પોંગલ

સક્કરાઈ ઘીમાં ચોખા, ગોળ, મગની દાળ અને કાજુને રાંધીને બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં મકરસંક્રાંતિનો તહેવાર પોંગલના નામથી ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ હવે તમારા દરેક સવાલના જવાબ મળશે ChatGPT પર : ગૂગલને પણ આપશે ટક્કર !

Back to top button