ફાયર વિભાગ એક્શન લેશે, પહેલા દુર્ઘટના તો થવા દો!
અમદાવાદમાં ઓર્ચિડ ગ્રીન ની આગની દુર્ઘટના બાદ તંત્ર હમણાં જાગ્યું અને ફાયર NOC ન લેનાર 10 બિલ્ડિંગના પાણીના કનેકશન કાપી નાંખ્યાં છે અને અન્ય 25 હાઈરાઇઝ બિલ્ડિંગને NOC ને લઈને નોટિસ ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત: ફાયરબ્રિગેડની મોકડ્રીલમાં ભાંડો ફૂટયો, લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો
ફાયર વિભાગ કાર્યવાહી કરશે પણ દુર્ઘટના થયા બાદ. તક્ષશિલા થી લઈને ઓર્ચિડ ગ્રીન સુધી કે અન્ય કોઈ પણ દુર્ઘટના હોય ફાયર વિભાગે માત્ર દુર્ઘટના ના થોડા દિવસ સુધી જ ફાયર નિયમો સમજાવવા નિકડે છે બાકીના સમયમાં શું કરે છે એ તો હવે તેમણે જ ખબર.
સુરત તક્ષશિલા દુર્ઘટના થયા બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી ને લઈને મોટી કાર્યવાહી અને વાતો થઈ પછી બધુ સબ સલામત થઈ ગયું. હવે પાછી અમદાવાદમાં દુર્ઘટના બની બાદ ફરી થોડા દિવસ ફાયર સેફટી ના તમાશા થશે અને થોડા દિવસ પછી સબ સલામત થઈ જશે. જો દરેક અધિકારી પોતાની ફરજ નિભાવવામાં બેદરકારી ન રાખે તો આવી દુર્ઘટના થતાં અટકાવી શકાય છે.
આ પણ વાંચો : વ્યાજખોર સામે મેગા ડ્રાઈવ પણ ખુદ ‘સાહેબ’ જ વ્યાજે પૈસા ફેરવાતા હોય તો?
ફાયર વિભાગ ના ઢીલા વલણ ને લીધે જ કેટલીક દુર્ઘટના થતી હોય છે છતાં આવા નબળાં વલણ રાખવા વાળ અધિકારીઓ પર પગલાં લેવાતા નથી માટે આવી દુર્ઘટના ઓ ઘટતી હોય છે. તક્ષશિલા માં બનેલ દુર્ઘટના પણ ફાયર વિભાગ ની બેદરકારીનું જ પરિણામ હતું.