ટોપ ન્યૂઝવર્લ્ડ

કેનેડાની સંસદમાં પ્રથમવાર કન્નડ ભાષા ગુંજી, માતૃભાષામાં અપાયું ભાષણ; સાંસદોનું સ્ટેન્ડિંગ ઓવેશન

Text To Speech

ટોરોન્ટો: ભારતીય-કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ ગુરુવારે કેનેડિયન સંસદમાં તેમની માતૃભાષા કન્નડમાં ભાષણ આપ્યું હતું. હાઉસ ઓફ કોમન્સમાં નેપિયન જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર આર્યએ પોતાનો વીડિયો ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ચંદ્ર આર્યએ જણાવ્યું કે, ‘આ પહેલીવાર છે, જ્યારે વિશ્વની કોઈપણ સંસદમાં ભારતની બહાર કન્નડ ભાષા બોલવામાં આવી છે. આ ભાષાનો ઈતિહાસ ઘણો જૂનો છે.’

2019માં ફરી જીતીને સંસદમાં જગ્યા બનાવી
ચંદ્ર આર્યએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘કેનેડાની સંસદમાં મેં મારી માતૃભાષા કન્નડમાં સંબોધન કર્યું. આ સુંદર ભાષાનો ઘણો જૂનો ઇતિહાસ છે અને લગભગ 50 મિલિયન લોકો આ ભાષા બોલે છે. વિશ્વની સંસદમાં ભારતની બહાર કન્નડ ભાષા બોલવામાં આવી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના વતની આર્ય કેનેડાની લિબરેશન પાર્ટીના સભ્ય છે. 2019ની ફેડરલ ચૂંટણીમાં તેઓ ફરીથી સંસદમાં ચૂંટાયા છે.

ચંદ્ર આર્યએ કર્ણાટકમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમણે એન્જિનિયરિંગમાં સ્નાતક અને કર્ણાટકમાં જ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. રાજનીતિમાં આવતા પહેલા તેઓ હાઈ-ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરતા હતા. તે નેપિયનમાં તેની પત્ની સંગીત સાથે રહે છે જેઓ ઓટાવા કેથોલિક સ્કૂલ બોર્ડ માટે કામ કરે છે. તેમનો પુત્ર સિદ CPA, CA (ચાર્ટર્ડ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) છે.

Back to top button