ગુજરાતટોપ ન્યૂઝ

વ્યાજખોર સામે મેગા ડ્રાઈવ પણ ખુદ ‘સાહેબ’ જ વ્યાજે પૈસા ફેરવાતા હોય તો?

Text To Speech

નવી સરકાર સત્તામાં આવ્યા પછી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કડક વલણ બાદ ગુજરાતમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ એક મુહિમ ચાલી રહી છે ત્યારે કેટલાક વ્યાજખોરો અને નાગરિકો એવો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે સાહેબોના જ પૈસા બજારમાં ફરી રહ્યા છે તેના માટે કોણ પગલાં ભરશે અને કેવી રીતે એમના સામે જ કાર્યવાહી હાથ ધરાશે ?

અધિકારીઓના વહીવટદારનું મુખ્ય કનેક્શન

હાલ લોક વાયકા પ્રમાણે રાજ્યમાં પોલીસ અને અન્ય વિભાગમાં મોટા હોદ્દા પર ફરજ બાજવતા અધિકારીઓના વહીવટદાર તેમના કાળા નાણાંને મોટા બિલ્ડરને વ્યાજે આપતા હોવાની વાત વહેતી થઈ છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે હવે પ્રશ્ન એ પણ છે કે આવા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કોણ કરે ? ખુદ અધિકારી જ લોકોને વ્યાજના ચકેડામાં ફસાવતો હોય તો સામાન્ય નાગરિકો કયા જાય ? શું આવા અધિકારીઓ વિરુદ્ધ તપાસના આદેશ સરકાર આપશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે.

vyajkhor Gujarat Hum Dekhenge News

આ પણ વાંચો : વ્યાજખોરોનો એવો ત્રાસ કે માણસ માટે જીવવું મુશ્કેલ બન્યું, પણ પોલીસે કેવી રીતે કરી મદદ ?

આજકાલ તો મોટા સાહેબોના વહીવટદાર પણ 1 લાખ રૂપિયાની કિંમતના ફોન વાપરતા હોય છે, 10 લાખની ગાડી લઈને ફરતા હોય છે છતાં કોઈના ધ્યાનમાં આવતા નથી અને બિન્દાસ પણે ફરતા હોય છે. કોઈ પણ પોલીસ મથકમાં આવા વહીવટદાર દેખાઈ જ જાય છે. આટલી મોંઘવારીમાં 30 હજારના પગારદારી અધિકારી જોડે આટલા પૈસા ક્યાંથી આવે તે પણ એક મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો : સુરતમાં વ્યાજખોરો પર પોલીસની તાબડતોડ કાર્યવાહી

ગુજરાતના મોટા શેહરોનું યુવાધન પણ આ વ્યાજના ચંગુલમાં ફસાય છે. નાનીમોટી ઈચ્છાઓ પૂરી કરવાના ચક્કરમાં નાની રકમ નું 100 ગણું વ્યાજ ચૂકવતા હોય છે તેવા પણ કિસ્સા ગુજરાતમાં બનેલા છે. સટ્ટોડિયા થી લઈ ને દારૂનો ધંધો કરતાં લોકો પણ પોલીસના હપ્તા ભરવામાં આ વ્યાજ ના ચક્કરમાં આજે પણ ફસાયેલા છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી થાય છે કે નહીં ?

Back to top button