આમ આદમી પાર્ટીએ સરકારી જાહેરાતના રૂ.163.62 કરોડ ચૂકાવવાના જ બાકી !
રાજકીય જાહેરાતોના કારણે આમ આદમી પાર્ટી અંગે ઘણી ટીકા થઈ હતી જેના પર હવે રિક્વરીન નોટિસ આવતાં ફરી તેની મુશ્કેલીઓ વધી છે. દિલ્હીના લેફ્ટન્ટ ગર્વનર વી.કે.સક્સેનાએ સરકારી જાહેરાતોની આડામાં પ્રકાશિત થતી રાજકીય જાહેરાતો માટે આમ આદમી પાર્ટીને રૂ. 163.62 કરોડની રિકવરી નોટિસ જાહેર પાઠવવામાં આવી હોવાની વાત સામે આવી છે.
જોકે આ અગાઉ આપ પાર્ટી પાસેથી રૂ. 97 કરોડની વસૂલાત કરવાનો નિર્દેશ આપ્યા હતા. તેમજ માહિતી અને પ્રસાર નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલી વસૂલાત નોટિસમાં રકમ પર વ્યાજનો સમાવેશ થાય છે અને દિલ્હીમાં સત્તારૂઢ આપ પાર્ટી માટે 10 દિવસની અંદર સમગ્ર રકમ ચૂકવવી ફરજિયાત છે.
Delhi | The Directorate of Information and Publicity (DIP) issued a recovery notice of Rs 164 crores to the National convenor of the Aam Aadmi Party, Arvind Kejriwal. The amount needs to be paid within 10 days: Sources
— ANI (@ANI) January 12, 2023
પણ જો આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ સમયસર પૈસા જમા કરાવવામાં નિષ્ફળ જાય છે, તો દિલ્હી LGના અગાઉના આદેશ મુજબ, પાર્ટીની મિલકતો જપ્ત કરવા સહિતની તમામ કાયદાકીય કાર્યવાહી સમયમર્યાદામાં કરવામાં આવશે. માહિતી અનુસાર, 31 માર્ચ 2017 સુધી 99.31 કરોડ રૂપિયા રાજકીય જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. આ રકમ પર દંડના વ્યાજ પેટે બાકીની રકમ રૂ. 64.31 કરોડ છે, એટલે કે કુલ રકમ રૂ. 163.62 કરોડ છે.
આ પણ વાંચો : ‘ભારત જોડો યાત્રા’ના સમાપનમાં વિપક્ષની એકતા જોવા મળશે? કોંગ્રેસે 21 પાર્ટીઓને લખ્યો પત્ર
કુલ રૂ.163.62 કરોડની વસૂલાત
સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા મહિને જાહેર કરાયેલા LGના આદેશને પગલે, DIP એ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત પક્ષની રાજકીય જાહેરાતો માટે 163.62 કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ પાઠવી છે. માહિતી અનુસાર, 31 માર્ચ 2017 સુધી 99.31 કરોડ રૂપિયા રાજકીય જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. આ રકમ પર દંડના વ્યાજ પેટે બાકીની રકમ રૂ. 64.31 કરોડ છે, એટલે કે કુલ રકમ રૂ. 163.62 કરોડ છે. 31 માર્ચ, 2017 પછી આવી તમામ રાજકીય જાહેરાતોનું ઓડિટ કરવા માટે દિલ્હી સરકારના ડાયરેક્ટોરેટ ઓફ ઓડિટએ પણ એક વિશેષ ઓડિટ ટીમની નિમણૂક કરી છે