અમદાવાદમાં યોજાશે રોજગાર ભરતી મેળો, જાણી લો તમામ અપડેટ અને કઈ છે કંપનીઓ
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે નોકરીની શોધમાં હોવ તો વેબ પોર્ટલ પર રજૂઆત રજીસ્ટ્રેશન કરાવી શકો છો, રોજગાર ભરતી મેળાને લગતી મહત્વની વિગતો નીચે પ્રમાણે રહેશે. જેમાં ધોરણ-9, 10 અને 12 પાસ હોવ અને નોકરીની શોધમાં હોવ તો તમે સીધી ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકો છો.
આ પણ વાંચો : સુરતમાં વ્યાજખોરો પર પોલીસની તાબડતોડ કાર્યવાહી
13 જાન્યુઆરીએ યોજાનારા રોજગાર ભરતી મેળામાં ધોરણ-9, 10 અને 12 પાસની સાથે ગ્રેજ્યુએટ તેમજ ITI, ડિપ્લોમા, BE સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવ તો પણ હાજરી આપીને નોકરીની તક ઝડપી શકો છો. આ ભરતી મેળાનું સ્થળ અમદાવાદના અસારવામાં રાખવામમાં આવ્યું છે. આ ભરતી મેળામાં વિવિધ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓ ઉપસ્થિત રહેવાની છે.
ભરતી મેળામાં સર્વિસ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, બેંકિંગ સેક્ટર, ફાર્મા સેક્ટર સહિતની કંપનીઓ વિવિધ જગ્યાઓ માટે વાર્ષિક 1.5 લાખ રૂપિયાથી 4 લાખ રૂપિયા સુધીની નોકરીના પેકેજની ઓફર કરવામાં આવશે. આ કંપનીઓ દ્વારા લગભગ 1200 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અરજદારો anubandham.gujarat.gov.in પર લોગઈન કરીને રજીસ્ટ્રેશન કરી શકો છો.
- રોજગાર ભરતી મેળાની તારીખ અને સમયઃ રોજગાર ભરતી મેળો 13 જાન્યુઆરી 2023એ સવારે 10 વાગ્યે શરુ થશે
- ભરતી મેળાનું સ્થળઃ અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ
- ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે
- રસ ધરાવનારા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો સાથે રોજગાર ભરતી મેળાના સ્થળ પર ઉપસ્થિત રહેવું પડશે.
- અરજદારો anubandham.gujarat.gov.in પર લોગઈન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
- હેલ્પલાઈન નંબરઃ 6357390390
વિવિધ અગ્રણી કંપનીઓ સહિત MNC કંપનીઓ પર રહેશે હાજર
રોજગાર ભરતી મેળામાં ડીમાર્ટ, મેકડોનાલ્ડ, સૂર્યા એન્ડ પાવર પ્રાઈવેટ લિમિટેડ, નર્મદા બાયોકેમ લિમિટેડ સહિતની કંપનીઓ ઉપસ્થિત રહેશે અને તેમાં ડોર ટુ ડોર માર્કેટિંગ, હેલ્પર, ટેક્નિશિયન, ટેલિકોલર, રિલેશનશિપ મેનેજર, અકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, HR એક્ઝિક્યુટિવ, લાઈનમેન સહિત પોસ્ટ માટે રોજગાર મેળામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.