રાજકોટઃ જેતપુરના નકલંક આશ્રમ પાસે પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં બંને યુવાનોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિને એક કાર ચાલકે કચડી નાખ્યા હતા. કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી. ચાલકે પહેલા બે બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત બાદ તે બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. આ મામલે પોલીસ કારચાલક યુવકની ધરપકડ કરી છે. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ બંને યુવકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
યુવાનોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા
ઈજાગ્રસ્ત યુવકોના નામ નિખિલ દિનેશભાઇ ઘેલાણી (ઉં.વ. 23) અને હાર્નીસ રાજેશ કુમાર મેર (ઉં.વ. 24) છે. બંનેને પહેલા સારવાર માટે જેતપુરની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી બાદમાં બંનેને વધારે સારી સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન નિખિલ ઘેલાણીનું મોત થયું છે. જ્યારે હાર્નીસને વધારે સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારને પણ ખૂબ નુકસાન થયું છે. કારના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા. બનાવ બાદ રાત્રે લોકો એકઠા થયા હતા અને ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડ્યા હતા.