દક્ષિણ ગુજરાત

સુરત : પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા આ પતંગબાજ ચલાવે છે ‘કાઈટ્સ ફોર કિડ્સ’ અભિયાન

Text To Speech

સુરતના આંગણે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દુનિયાના 19 દેશોના 42પતંગબાજો ભાગ લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના બાહોશ પતંગબાજો ટ્રેઈન્સ જેમ્સ બેકર અને સરથ કિંગ્સલે ગુણવર્દનેએ પતંગબાજીના કરતબો દેખાડ્યા જોવા મળ્યા હતા. તેઓ પાંચ વર્ષથી દેશ-વિદેશના પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે, તેઓ ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં ‘કાઈટ્સ ફોર કિડ્સ’ અભિયાન ચલાવે છે.

આ પણ વાંચો : પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા યોજાશે કરૂણા અભિયાન, સૌને સહભાગી થવા સરકારનો અનુરોધ

ઓસ્ટ્રેલિયાના 79 વર્ષીય નિષ્ણાત પતંગબાજ સરથ કિંગ્સલે ગુણવર્દેનેએ પ્રતિભાવ આપતા કહ્યું કે, વર્ષ 1995માં કાઈટ્સ ફોર કિડ્સ અભિયાન અંતર્ગત અમે બંન્ને ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં જઈને પતંગ વિશે સમજ આપીએ છીએ, તેમજ પતંગબાજીને લગતું જ્ઞાન આપવા માટેના વર્કશોપ આયોજિત કરીએ છીએ. શાળાઓમાં રજા હોય ત્યારે તેને લગતા કાર્યક્રમો પણ કરીને પતંગ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરીએ છીએ.

 પતંગ મહોત્સવ - Humdekhengenews

ટ્રેક્સ જેમ્સ બેકર વધુમાં જણાવે છે કે, આવનારી પેઢીમાં પતંગનો વારસો અને રસ જળવાઈ રહે તેનું શિક્ષણ બાળકોને આપીએ છીએ. આ ઉપરાંત ગ્રાફિક ડિઝાઈનિંગ, પતંગનો ઈતિહાસ, પતંગોના પ્રકારો અને પતંગ ઉડાડવામાં રાખવી પડતી કાળજી અને સેફટી અંગેની સમજ પણ આપીએ છીએ.

 પતંગ મહોત્સવ - Humdekhengenews

સરથ કિંગ્સલે કહે છે કે, સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પતંગ મહોત્સવ ગુજરાતમાં યોજાય છે, અમને ગુજરાતીઓ ખૂબ પ્રેમાળ લાગે છે. ગુજરાતમાં હું અને બેકર પાંચમી વખત પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છીએ. સુરતના પતંગ મહોત્સવમાં ભાગ લેનાર ટ્રેક્સ જેમ્સ બેકર જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષથી ચાઈના, ન્યુઝીલેન્ડ, બેલ્જિયમ, બ્રાઝિલ, થાઈલેન્ડ તથા ઈન્ડિંયાના પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. સુરતનું ભોજન મને પ્રિય છે. સુરતની પ્રજા પ્રેમાળ અને ઉત્સાહી છે.

Back to top button