ટ્રેન્ડિંગસ્પોર્ટસ

કોહલીની ‘વિરાટ’ સેન્ચ્યુરી : 73મી સદી સાથે જ સચીનનો રેકોર્ડ તોડ્યો

શ્રીલંકા સામેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 73મી સદી છે અને શ્રીલંકા સામેની વનડેમાં કોહલીની આ નવમી સદી છે.  નવેમ્બર 2019 પછી ઘરઆંગણે કોહલીની આ પ્રથમ સદી છે.  સદી ફટકારવાની સાથે જ વિરાટે  સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચો : IND vs SL : પ્રથમ વનડેમાં વિરાટ કોહલીનું આક્રમક રૂપ, ફેન્સને નવા વર્ષની આપી ભેટ

કોહલીએ ગુવાહાટીમાં તેની ODI કારકિર્દીની 45મી સદી ફટકારી હતી. આ દરમિયાન વિરાટે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી અને એક રેકોર્ડ તોડ્યો. જોકે, વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે ઓસ્ટ્રેલિયા સામે છે. સચિને ઓસ્ટ્રેલિયા સામે નવ સદી ફટકારી છે. આ સાથે જ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે નવ સદી ફટકારી છે.

ઘરઆંગણે સૌથી ઝડપી 20 સદી ફટકારનાર ખેલાડી બન્યો

વિરાટે ઘરઆંગણે તેની 20મી ODI સદી ફટકારી છે. ઘરઆંગણે સૌથી વધુ સદી ફટકારવાના મામલે તેણે સચીન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિને ભારતમાં તેની 49 વનડે સદીઓમાંથી 20 સદી ઘરઆંગણે ફટકારી હતી. તે જ સમયે, કોહલીએ ભારતમાં 20 સદી અને વિદેશમાં 25 સદી ફટકારી છે. કોહલીએ તેંડુલકરને સૌથી ઝડપી 20 સદી ફટકારનાર તરીકે પાછળ છોડી દીધા છે. સચિને ભારતમાં 160 ઇનિંગ્સમાં 20 સદી ફટકારી હતી. જેમાં, વિરાટે આ માત્ર 99 ઇનિંગ્સમાં આ રેકોર્ડ તોડ્યો છે.

શ્રીલંકા સામે કોહલી

કોહલીએ પોતાની વનડે કારકિર્દીમાં શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવ્યા છે. આ ઈનિંગમાં તેના રનની સંખ્યા 2333 થઈ ગઈ છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ 2261 રન બનાવ્યા હતા. વિરાટે ઓસ્ટ્રેલિયા સામે 2083 અને દક્ષિણ આફ્રિકા સામે 1403 રન બનાવ્યા છે.

2019 પછી સતત બે વનડેમાં કોહલીની સદી

કોહલીએ ઓગસ્ટ 2019થી સતત બે વનડેમાં સદી ફટકારી છે. ત્યારબાદ વિરાટે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 120 અને અણનમ 114 રન બનાવ્યા હતા. આ વખતે તેણે 10 ડિસેમ્બરે બાંગ્લાદેશ સામે 113 રન બનાવ્યા અને 10 જાન્યુઆરીએ શ્રીલંકા સામે સદી ફટકારી છે.

વિરાટે એશિયા કપ દરમ્યાન ખરાબ ફોર્મમાંથી બહાર આવ્યો 

વિરાટ કોહલી 2019ના અંતથી 2022ના મધ્ય સુધી આઉટ ઓફ ફોર્મ હતો. આ દરમિયાન તેના બેટમાંથી રન નીકળી રહ્યા હતા, પરંતુ તે કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો ન હતો. તેણે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને તે ખરાબ ફોર્મમાંથી બહાર આવ્યો હતો. ત્યારબાદ તેણે બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે વનડેમાં સદી ફટકારી હતી.

Back to top button