અમદાવાદમાં શાળા સંચાલક મહામંડળે CMને લખ્યો પત્ર લખીને FRCએ નક્કી કરેલા બેઝિક ફી સ્ટ્રક્ચરમાં વધારો કરવાની માગ કરી છે. છ વર્ષ સુધી એની એજ બેઝિક ફી રહેતા સંચાલકોએ ફરી એક વાર બેઝિક ફી સ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે રજૂઆત કરી છે.
શાળા સંચાલક મહામંડળે CMને લખ્યો પત્ર
અમદાવાદના શાળા સંચાલકોએ CMને પત્ર લખીને ફરીથી ફી વધારાની માગ કરી છે. તેમણે જણાવ્યું છે. કે વર્ષ 2017માં FRC દ્વારા બેઝિક ફી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું અને આજે 6 વર્ષ બાદ પણ એનું એજ બેઝિક ફી સ્ટ્રક્ચર રહેતા સંચાલકોએ ફી સ્ટ્રક્ચરમાં વધારો કરવા રજૂઆત કરી છે. અને આ વધારો નવા 2023-24ના શૈક્ષણિક સત્રથી અમલી બને તેવી પણ રજૂઆત કરી છે.
બેઝિક ફી સ્ટ્રક્ચરમાં વધારો કરવાની માગ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં FRC દ્વારા 15 હજાર, 25 હજાર અને 30 હજાર એમ ત્રણ સ્લેબમાં બેઝિક ફી લેવાની નક્કી કરવામાં આવી હતી. શાળા સંચાલકોએ CMને પત્ર લખીને આ ત્રણેય સ્લેબમાં 5-5 હજાર વધારાની માગ કરી છે. મહત્વનું છે કે નિયમ મુજબ બેઝિક ફીથી વધારે ફી લેવા માગતા સંચાલકોએ માં જવું પડે છે. પરંતુ શાળા સંચાલકે FRCમાં જવાને બદલે સીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.
અગાઉ પણ કરી હતી રજૂઆત
ઉલ્લેખની છે કે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ પર ફી નિયંત્રણ કરી શકાય તે ઉદ્દેશ સાથે ફી રેગ્યુલેશન એક્ટ લાવવામાં આવ્યો હતો.અને તેના માટે ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામા આવી હતી. જે અંતર્ગત વર્ષ 2017માં FRC દ્વારા 15 હજાર, 25 હજાર અને 30 હજાર એમ ત્રણ સ્લેબમાં બેઝિક ફી લેવાની નક્કી કરવામાં આવી હતી. અને છ વર્ષ સુધી એની એજ બેઝિક ફી રહેતા સંચાલકોએ બેઝિક ફી સ્ટ્રક્ચરમાં વધારો કરવાની માગ કરી છે. અગાઉ પણ આ બાબતે શાળા મહામંડળે રજૂઆત કરી હતી ત્યારે હવે નવું શૈક્ષણિક સત્ર શરુ થવા જઈ રહ્યું છે ત્યારે પત્ર લખીને ફી વધારાનો અમલ નવા સત્રથી અમલી બનાવવા રજૂઆત કરી છે.
આ પણ વાંચો : ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બોમ્બ હોવાનો કોલ મળતા ખળભળાટ, પોલીસે શરુ કરી તપાસ