વોશિંગ્ટનઃ અમેરિકામાં એક કપલને ઝૂમ મિટિંગ દરમિયાન સંભોગ કરતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં તેમને એવું લાગ્યું હતું કે, તેમનો કેમેરો બંધ છે અને માત્ર ઓડિયો જ બહાર સંભળાઈ રહ્યો છે. પરંતુ મિટીંગ દરમિયાન કેમેરો ચાલુ રહી જવાને કારણે તેમની આ હરકત બધા સામે આવી ગઈ હતી. તે બંને સેક્સમાં એટલા મશગૂલ હતા કે એક યુઝરે તેમને પ્રાઇવેટ મેસેજ કરીને આ બધું તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું.
ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ટેલિકાસ્ટ થયું
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, 14 મેના રોજ મિનિયાપોલિસમાં ટેમ્પલ બેથ એલમાં વર્ચ્યુઅલ સેવામાં ભાગ લેતી વખતે એક કપલ સેક્સ કરતા જોવા મળ્યું હતું. મીટિંગમાં હાજર રહેલા અન્ય લોકોએ કહ્યું કે, દંપતીનું આ વાંધાજનક વલણ જોઈને તેઓને ખરાબ લાગ્યું. તેમને બિલકુલ ખબર ન હતી કે મીટિંગમાં સામેલ અન્ય લોકોને કેમેરા દ્વારા તેમને જોઈ રહ્યા છે.
45 મિનિટ સુધી ટેલિકાસ્ટ ચાલુ રહ્યું
આ મીટિંગમાં સામેલ એક વ્યક્તિએ જણાવ્યું કે, આવું લગભગ 45 મિનિટ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન મહિલા અને પુરૂષ બંને કપડાં વગર સંભોગ માણી રહ્યા હતા. તેમને રોકવા કે અટકાવનાર કોઈ નહોતું. જ્યારે તેમણે મર્યાદા ઓળંગી ત્યારે એક વ્યક્તિએ ખાનગી મેસેજ અને ફોન કોલ દ્વારા તેમની હરકતો વિશે જણાવ્યું હતું. આ વ્યક્તિએ કહ્યું હતું કે, તમે લોકો શું કરી રહ્યા છો, તમે કેમેરામાં લાઈવ છો. આ ઘટના બાદ કપલ હતભ્રત થઈ ગયું હતું અને તેઓ દિલગીરી વ્યક્ત કરતા હતા.
કપલને ખબર નહોતી કે વીડિયો ચાલુ છે
એક વ્યક્તિએ આ મામલે જણાવ્યું હતુ કે, તે એક યહૂદી ધાર્મિક કાર્યક્રમ હતો. જેમાં મોટાભાગના લોકોએ વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી. બધાએ પોતપોતાના વીડિયો બંધ કરી દીધા હતા, માત્ર તેમનો ઓડિયો જ બહાર આવી રહ્યો હતો. મીટિંગમાં આ બે જ લોકો હતા જેમને કેમેરા કેવી રીતે બંધ કરવો તે ખબર નહોતી. આ કારણે તેમનો વીડિયો એક સ્ક્રિન પર દેખાઈ રહ્યો હતો!