સ્ટેચ્યૂ ઓફ યુનિટી જનારાઓ માટે જિ.પં.ગેસ્ટહાઉસ બનાવશે. જેમાં રૂ.66 કરોડ 84 લાખની જોગવાઇના કાર્યો કરવામાં આવશે. તેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જનારાઓ માટે જિલ્લા પંચાયત સયાજીપુરા પાસે રૂ.75 લાખના ખર્ચે ગેસ્ટહાઉસ બનાવશે. તદુપરાંત હરણી વિસ્તારમાં આવેલી 1 લાખ ચોરસફુટ જગ્યામાં ખેતપેદાશોના વેચાણ કેન્દ્ર માટે રૂ.7 કરોડનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો: 2023-24માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમની થશે “દિયા તલે અંધેરા” જેવી સ્થિતિ
પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે સદસ્યોને રૂ.14 કરોડ ફાળવવામાં આવશે
જિલ્લા પંચાયતના કમિટીરૂમમાં રાજેન્દ્ર એમ. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી સમિતિની બેઠકમાં સ્ટેમ્પડયુટીની રૂ.47 કરોડ 89 લાખ સહિત રૂ.18 કરોડ 95 લાખની આવક સાથે રૂ.66 કરોડ 85 લાખના આયોજનને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો હતો. જે પૈકી જિલ્લાના 8 તાલુકામાં વિકાસના કામો માટે રૂ.2 કરોડ 38 લાખ, પોતાના મતવિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે સદસ્યોને રૂ.14 કરોડ ફાળવવામાં આવશે.
આ પણ વાંચો: CA ફાઈનલમાં દેશના ટોપ-50માં અમદાવાદના 5 વિદ્યાર્થીઓ સામેલ
સયાજીપુરા પાસે ગેસ્ટહાઉસ બનાવવા માટે રૂ.75 લાખ
લોકહિતાર્થના કામો માટે રૂ.2 કરોડ 50 લાખ, આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા રૂ.1 કરોડ 10 લાખ, જિલ્લા પંચાયતના સભાગૃહના સમારકામ માટે રૂ.1 કરોડ, જિલ્લા પંચાયત હસ્તકની ઇમારતોના મેજર રિપેરિંગ માટે રૂ.1 કરોડ, સયાજીપુરા પાસે ગેસ્ટહાઉસ બનાવવા માટે રૂ.75 લાખ, સિંચાઇ માટે રૂ.18 લાખ, હરણી ખાતેની જિલ્લા પંચાયતની 1 લાખ ચોરસફુટ જમીનમાં ખેતપેદાશોના વેચાણ માટે કેન્દ્ર બનાવવા માટે રૂ. 7 કરોડ સહિત સંરક્ષણ દિવાલો, પાણી-વીજળી-પેવર બ્લોકની સુવિધા વધારવાની જોગવાઇ કરાઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિપક્ષ નેતા જલદી જાહેર કરાવવા કોંગ્રેસનો નવો પ્લાન
વિકાસના કામો પેપર ટાઇગર નહિં બને પણ અચૂક કરાશે જ
જે સામાન્ય સભામાં મંજુરી અર્થે મોકલાવી આપવામાં આવશે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાજેન્દ્ર એમ. પટેલે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કારોબારી સમિતીએ જોગવાઇ કરેલા વિકાસના કામો પેપર ટાઇગર નહિં બને પણ અચૂક કરાશે.