દાઉદની મદદ કરનાર ગુટકાકિંગ જે.એમ.જોશી અને અન્ય બે જણને 10 વર્ષની કેદ, જાણો શું છે સમગ્ર મામલો
ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનના કરાચીમાં ગુટકાની ફેક્ટરી નાખવામાં મદદ કરવાના આરોપસર પકડાયેલા ગુટકા કિંગ જે. એમ. જોશી સહિત બે આરોપી ઝમીરુદ્દીન અન્સારી અને ફારુખ મન્સુરીને સ્પેશ્યલ મોકા કોર્ટે ગુનેગાર ઠેરવ્યા છે અને તેમને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. સ્પેશ્યલ જજ બી. ડી. શેલ્કેએ તેમને આ સજા ફટકારી હતી.
આ કેસમાં રજૂઆત કરતાં સરકારી વકીલ દ્વારા કહેવાયું હતું કે,ગુટકાના બિઝનેસ સાથે સંકળાયેલા જે. એમ. જોશી અને અન્ય આરોપી રસિકલાલ ધારીવાલ વચ્ચે રૂપિયાના મામલે ઝઘડો થયો હતો અને તેમણે સેટલમેન્ટ કરાવવા દાઉદ ઇબ્રાહિમનો સંપર્ક કર્યો હતો. સામા પક્ષે દાઉદે તેને કરાચીમાં ગુટકાની ફેક્ટરી નાખવા મદદ કરવા જણાવ્યું હતું. આ જ મામલે વિશેષ જે.એમ જોશી ઉપરાંત જમીરુદ્દીન અન્સારી અને ફારુખ મન્સૂરીને મકોકા હેઠળ દોષિત ઠેરાવ્યા હતા.
આ પણ વાંચો : સેનાને મળશે મિસાઈલ અને એર ડિફેન્સ હથિયાર, રક્ષા મંત્રાલયે 4,276 કરોડની ખરીદીને મંજૂરી આપી
ખાસ વાત એ છેકે મામલે માણિકચંદ ગ્રુપના સ્થાપક રસિકલાલ ધારીવાલ પણ એક દોષિત હતા, પરંતુ 2017માં તેમના નિધન બાદ તેમને આ મામલાથી અલગ કરાયા હતા. વાસ્તવમાં, રસિકલાલ અને જે.એમ.જોષી સાથે જ ગુટકાનો વેપાર કરતા હતા પરંતુ પૈસાને લઇને વિવાદ થયો હતો. ત્યારે કહેવાયું હતું કે જોશીએ ધારીવાલથી અલગ થઇને ગોવા ગુટકાના નામે એક બીજી કંપની શરૂ કરી હતી, પરંતુ બંનેએ વિવાદને પૂરો કરવા દાઉદની મદદ લીધી હતી. તેના પર દાઉદે શરત રાખી હતી કે પાકિસ્તાનમાં પણ એક ગુટકા ફેક્ટરી લગાવી હતી.