ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા જોતાં, ગુજરાતમાં આગામી દિવસમાં વધશે ઠંડી!

Text To Speech

આજે ગુજરાતમાં ઠંડીમાં રાહત જોવા મળી છે. ત્યારે ઉત્તરાયણ સુધીમાં ફરી ઠંડીનો પારો નીચે જાય તેવી શકયતા જોવા મળી રહી છે. આ અંગે હવમાન વિભાગની આગાહી અનુસાર, હાલમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે પણ આગામી 3 દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. એટલું જ નહીં આની સાથે ઉત્તરાયણમાં તાપમાન ઘટી શકે છે અને ફરી એકવાર શીત લહેરની સ્થિતિ ઉત્તર ગુજરાતથી લઈ સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો : કાતિલ ઠંડીથી રાજ્યભરમાં હૃદયરોગના દર્દી વધ્યા, છેલ્લા 10 દિવસમાં 1700થી વધુ કેસ નોંધાયા

આગામી 3 કે 4 દિવસની વાત કરીએ તો તાપમાન 2થી 3 ડિગ્રી ઘટે એવા એંધાણ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે નલિયામાં સૌથી નીચુ તાપમાન જોવા મળ્યું હતું. તો બીજી બાજુ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં ચાર દિવસમાં ઘણો વધારો પણ નોંધાયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 3થી 4 ડિગ્રીનો વધારે અહીં નોંધાયો હતો.

cold wave Hum Dekhenge News

આ તરફ ઉત્તર ભારતમાં હવામાનમાં ઠંડીથી રાહત મળી રહી છે. જેના અંગે ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાનમાં અમુક રાજ્યોમાં કડકડતી ઠંડીથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. IMDના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલમાં 2 પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ થઈ ગયા છે, તેના પ્રભાવને લઈને બુધવારે સાઈક્લોનિક સર્કુલેશન બનાવાની સંભાવના છે. જેના કારણે પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં સારો વરસાદ થવાના અણસાર છે.

આ સાથે જ ઉત્તર ભારતમાં પંજાબ, હરિયણા, પશ્ચિમી ઉત્તર અને તેને અડીને આવેલા વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદ સાથે હિમપાત પણ થઈ શકે છે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં ન્યૂનત્તમ તાપમાનમાં વધારો થવાની વાત પણ કહી છે. બીજી તરફ બિહારને હાલમાં શીતલહેરથી થોડી રાહત મળતી દેખાઈ રહી છે. જેની અસર પણ પશ્ચિમ ભારતમાં ગુજરાત સુધી જોવા મળી શકે છે.

Back to top button