ટોપ ન્યૂઝસ્પોર્ટસ

જોસ બટલરે 6 એવોર્ડ જીત્યા, જાણો કયા-કયા રેકોર્ડ બ્રેક કર્યા

Text To Speech

સ્પોર્ટ્સ ડેસ્કઃ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરે IPL 2022માં ઈતિહાસ રચ્યો છે. IPLની આ સિઝનમાં જોસ બટલરનું બેટ ખરેખર ખૂબ જ ‘જોશ’માં હતું. જોસ બટલર 850થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો, પરંતુ રાજસ્થાનની ટીમ ટાઈટલ જીતી શકી ન હોવાનો તેને અફસોસ હશે. જો કે, તેણે આઈપીએલની આ સિઝનમાં 6 એવોર્ડ જીત્યા છે, આ પણ એક રેકોર્ડ જ છે.

જોસ બટલરે આ સિઝનમાં સૌથી વધુ 863 રનના સ્કોર માટે ઓરેન્જ કેપ જીતી હતી. તે આ સિઝનમાં અન્ય કોઈપણ બેટર્સ કરતાં લગભગ 250 રન વધુ બનાવવામાં સફળ રહ્યો હતો. ઓરેન્જ કેપ ટ્રોફીની સાથે તેને 10 લાખ રૂપિયા પણ મળ્યા. આ સિવાય તેણે આ સિઝનમાં સૌથી વધુ સિક્સર (45) ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો અને ટ્રોફી તેમજ 10 લાખ રૂપિયાનું ઈનામ જીત્યું.

રાજસ્થાન રોયલ્સના આ ઓપનરે આ સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારીને ત્રીજો ખિતાબ જીત્યો હતો. તેણે IPL 2022માં 83 ચોગ્ગા ફટકાર્યા અને ટ્રોફી તેમજ 10 લાખ રૂપિયાનું ઈનામ જીત્યું. ચોથો પુરસ્કાર ડ્રીમ XI તરફથી જોસ બટલરને મળ્યો, જેણે સિઝનમાં સૌથી વધુ પોઈન્ટ મેળવ્યા. આ માટે બટલરને 10 લાખ રૂપિયા પણ ચેક તરીકે મળ્યા હતા.

પાંચમું ટાઈટલ બટલરે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ મેચ તરીકે જીત્યું હતું. આ માટે તેને ટ્રોફી અને 10 લાખ રૂપિયા પણ મળ્યા. તે સિઝનના પાવરપ્લેયર તરીકે છઠ્ઠું ટાઇટલ જીતવામાં સફળ રહ્યો. આ માટે તેને ટ્રોફી અને 10 લાખ રૂપિયા પણ મળ્યા. આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ખેલાડીને આટલા બધા એવોર્ડ જીતવામાં સફળતા મળી હોય.

IPL 2022માં જોસ બટલરે જીતેલા પુરસ્કારોની યાદી

  • ઓરેન્જ કેપ – 10 લાખ અને ટ્રોફી
  • સૌથી વધુ છગ્ગા – 10 લાખ અને ટ્રોફી
  • સૌથી વધુ ચોગ્ગા – 10 લાખ અને ટ્રોફી
  • સિઝનનો પાવર પ્લેયર – 10 લાખ અને ટ્રોફી
  • પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ – 10 લાખ અને ટ્રોફી
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન – 10 લાખ વત્તા ટ્રોફી
Back to top button