વલસાડની પાર નદીમાં નાહ્વા પડેલા પોલીટેકનીક કોલેજના 6 વિદ્યાર્થીઓ ડૂબ્યા : બેના મોત, ચારને બચાવાયા
વલસાડમાં આજે એક ગોઝારી ઘટના સર્જાઈ છે. અહીં પાસે આવેલી પાર નદીમાં ડૂબી જવાના કારણે બે યુવકોના મોત થયા છે. સરકારી પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓ નાહ્વા માટે પડ્યા હતા જેમાંથી છ ડૂબવા લાગ્યા હતા. તે પૈકી ચારને બચાવી લેવાયા હતા જ્યારે કે બે પાણીમાં ગરકાવ થતા મોત નિપજ્યા હતા.
સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા
મળતી માહિતી મુજબ, વલસાડ નજીક પાર નદીમાં નાહવા પડેલ 6 વિદ્યાર્થીઓ ડૂબ્યાની વિગતો પાપ્ત થઈ છે. પાપ્ત માહિતી અનુસાર 6 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓના ડૂબવાથી મોત થયાં છે. 4 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે જ્યારે બે વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કઢવામાં આવ્યાં છે. વલસાડના ચન્દ્રપુરગામના તરવૈયાઓએ ચાર વિદ્યાર્થીઓને ડૂબતા બચાવી લીધા છે. વલસાડ રૂરલ પોલીસ તેમજ ફાયરની ટિમ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. તમામ ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજના વિધાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. આ ચકચારી ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે તેમજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો ગરકાવ થયો છે