ડાયમંડ સીટીના જ્વેલર્સે અનોખી વોચ બ્રેસલેટ બનાવી ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ, જાણો શુ છે ખાસિયત
ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતના હીરાની કામગીરી હંમેશા લોકોમાં પ્રશંસાનું પાત્ર બનતા હોય છે. સુરતમાં ફક્ત હીરાને પોલિશ્ડ જ નથી કરવામા આવતા, પરંતુ અહી સોના અને હીરા જડીત અવનવી જ્વેલરી પણ બનાવામાં આવતી હોય છે. સુરતની જ્વેલરી દેશ દુનિયામાં પ્રખ્યાત છે. ત્યારે સુરતના એક જ્વેલર્સે એવી અનોખી વોચ બ્રેસલેટ બનાવી છે કે તેને આજે હોંગકોંગનો પણ રેકોર્ડ તોડ્યો છે. સુરતના જ્વેલર્સે અનોખી વોચ બ્રેસલેટ બનાવી તેનું નામ ગિનિઝ બૂકમાં નોંધાંયું છે.
8 થી 10 મહિનાની મહેનત કરી બનાવી અનોખી બ્રેસલેટ વોચ
સુરતના જ્વેલર્સના હેમલભાઈ કાપડિયા અને મેરઠના હર્ષિતભાઈ બંસલે કંઈક નવું અને અનોખુ કરવાની ઈચ્છાથી 8 થી 10 મહિનાની મહેનત કરી આ બ્રેસલેટ વોચ તૈયાર કરી છે. જેમાં ડાયમંડની સાથે ગોલ્ડનો ઉપયોગ કરાયો છે. અને આ વોચ બ્રેસલેટનો એકમાત્ર સિંગલ પીસ જ રહેશે અને વિશ્વમાં આવું વોચ બ્રેસલેટ ફરી બનાવવામાં આવશે નહીં તેવું આ જ્વેલર્સે જણાવ્યું હતું.
સુરતના જ્વેલર્સે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો
ડાયમંડ નગરી સુરતના જ્વેલર્સે અનોખી હીરાથી જડીત વોચ બ્રેસલેટ બનાવીને હોંગકોંગનો પણ રેકોર્ડ તોડ્યો છે. સુરતમાં રહેતા હાઈ ફેશન જ્વેલર્સના હેમલભાઈ કાપડિયા અને મેરઠના હર્ષિતભાઈ બંસલ દ્વારા સંયુક્ત રીતે આ અનોખી બ્રેસલેટ વોચ બનાવવામા આવી છે, તેમણે આ વોચ બ્રેસલેટમાં 17 હજારથી વધુ ડાયમંડ લગાવીને ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
વોચ બ્રેસલેટની શું છે ખાસિયત
વોચ બ્રેસલેટની ખાસિયતની વાત કરવામાં આવે તો તેમાં 12 નેચરલ રીયલ બ્લેક ડાયમંડ લગાવવામાં આવ્યા છે. તેમજ 0.72 કેરેટનો ડાયમંડ લગાવ્યો છે. આ સિવાય 12 નેચરલ રિયલ બ્લેક ડાયમંડ, 113 નિલમની ચોકીઓ લગાવવામાં આવી છે. અને આ વોચ બ્રેસલેટના વજનની વાત કરવામાં આવે તો તેનું કુલ વજન 373.030 ગ્રામ છે. જેમાં ડાયમંડનું વજન 54.70 ગ્રામ છે.
આ પણ વાંચો : અમદાવાદવાસીઓ આનંદો : ફ્લાવર-શૉનો સમય લંબાવાની કરાઈ જાહેરાત, જાણો ક્યાં સુધી લઈ શકશો મુલાકાત