ટોપ ન્યૂઝનેશનલ

G20માં સહભાગી બનવા આપના સૂચનો અહી મોકલી શકો છો

ભારત 1 ડિસેમ્બર, 2022થી વૈશ્વિક મહત્વ ધરાવતા સંગઠન G20નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે, ત્યારે દેશના લોકો પણ આવા વૈશ્વિક મંચ સુધી પોતાની વાત પહોંચાડી શકે તે માટે કેન્દ્ર સરકારે G20માં લોકભાગીદારી સુનિશ્ચિત કરવા દેશવાસીઓ પાસેથી સૂચનો માંગ્યાં છે. આ હેતુથી G20ના પ્રમુખ તરીકે ભારતની પ્રાથમિકતાઓ નક્કી કરવા અંગે ઓનલાઈન માધ્યમથી પ્રજાજનો પણ સરકાર દ્વારા નિર્દેશિત ક્ષેત્રોમાં પ્રાથમિકતા આપવા અંગે પોતાના સૂચનો આપી ભાગીદારી નોંધાવી શકે છે. આ પ્રક્રિયાને સહભાગી બનાવવા માટે, વડાપ્રધાન શ્રી મોદીએ નાગરિકોને ભારતની G20 પ્રેસિડન્સી દરમિયાન મહત્વની થીમ્સ માટે વિચારો અને સૂચનો શેર કરવા અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો : Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા પંજાબ પહોંચી, રાહુલ ગાંધીએ સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું

જી20 - Humdekhengenews
તાજેતરમાં G20ની વેબસાઈટ, લોગો અને થીમના લોન્ચિંગ સમયે વડાપ્રધાનશ્રીના આશ્વાસન આપતા શબ્દોમાં સમગ્ર વિશ્વને સંબોધન કરતા કહ્યું હતું કે, “ભારતનું G20 પ્રમુખપદ વિશ્વમાં સંકટ અને અરાજકતાના સમયે આવી રહ્યું છે ત્યારે લોગોમાં કમળનું પ્રતીક આવા સમયમાં આશાનું પ્રતિનિધિત્વ કરે છે. સંજોગો ભલે ગમે તેટલા પ્રતિકૂળ હોય, કમળ હજી ખીલે છે. ભલે વિશ્વ ગહન સંકટમાં હોય, આપણે હજી પણ પ્રગતિ કરી શકીએ છીએ અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવી શકીએ છીએ.”

આ પણ વાંચો : જોશીમઠ મામલો: સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો, કોર્ટે કહ્યું- દરેક કેસમાં અહીં આવવું જરૂરી નથી

જી20 - Humdekhengenews
પ્રધાનમંત્રીશ્રીએ લોકો પાસેથી સૂચનો માંગવા અંગેના હેતુઓ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, જેમ જેમ ભારત વિશ્વને સુરક્ષિત, સ્થિર અને ટકાઉ ભવિષ્ય તરફ દોરી જાય છે, તે દરેક ભારતીયની જવાબદારી છે કે વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર સંવાદ અને કાર્યવાહીને પ્રોત્સાહન આપવું અને “વિશ્વને વધુ સારું સ્થાન” બનાવવું જોઈએ. ભારતે વધુ સારી દુનિયાની શોધમાં ચેમ્પિયન થવું જોઈએ. આ માટે ભ્રષ્ટાચાર નાબૂદી, કલા-સંસ્કૃતિ, વિકાસ, ડિજિટલ ઇકોનોમી, આપત્તિનું જોખમ ઘટાડવા, શિક્ષણ, રોજગાર, ઊર્જા સંક્રમણ, ટકાઉ પર્યાવરણ અને આબોહવા, આરોગ્ય, પ્રવાસન, વેપાર અને રોકાણ તથા ફાઇનાન્સ વર્કસ્ટ્રીમ જેવા મુદ્દે સૂચનો નોંધાવી શકાશે.

આ પણ વાંચો : પ્રજાની વધુ નજીક મુખ્યમંત્રી કાર્યાલય, હવે વોટ્સએપ મેસેજથી કરી શકશો સંપર્ક !

જી20 - Humdekhengenews
ઉલ્લેખનીય છે કે, સૂચન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરાયેલાં કેટલાંક નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી છે. સૂચન આપવા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. તમામ ભારતીય સહભાગીઓએ એક સરળ નોંધણી ફોર્મ ભરીને પ્લેટફોર્મ https://innovateindia.mygov.in/ પર પોતાની નોંધણી તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં કરાવવી જરૂરી છે.

Back to top button