ગુજરાતનાં ડીજીપી હવે નજીકના ભવિષ્યમાં રિટાયર્ડ થવાના છે ત્યારે ગુજરાતને નવા ડીજીપી મળે તે પેહલા આઇપીએસ બેડામાં નવાજૂનીના એંધાણ સર્જાય છે. મળતી માહિતી મુજબ ગુજરતમાં 1991 થી 1995 બેચના અધિકારીઓને પ્રમોશન મળે તેવી શક્યતાઓ છે. ગત અઠવાડિયે પ્રમોશન માટે DCP ની બેઠક યોજાઇ હતી જેમાં આ બાબતે ચર્ચા થઈ હોવાનું સૂત્રો ધ્વારા માહિતી મળી હતી.
આ પણ વાંચો : વલસાડ : માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટાચારી ઇજનેરને પકડી પાડતી એસીબી
આ બેઠકમાં થયેલ ચર્ચા મુજબ ગમેતે સમયે આ પ્રમોશનની જાહેરાત ગૃહવિભાગ ધ્વારા થઈ શકે છે. આ પ્રમોશનમાં શમશેરસિંઘ, મનોજ અગ્રવાલ, ડૉ. કે. એલ. એન રાવને પ્રમોશન મળી શકે છે. શમશેર સિંઘ હાલ વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. શંસહેરસિંઘનું નામ ગુજરાત પોલીસમાં બહુ મોટું નામ છે.
આ પણ વાંચો : પાલિતાણા વિવાદ : આજે મળશે ટાસ્ક ફોર્સની ઉચ્ચસ્તરીય બેઠક, જૈન સમાજના પ્રશ્નોનું લાવશે નિરાકરણ
1991 બેચમા શમશેરસિંઘ અને મનોજ અગ્રવાલ
નિરજા ગોટરુ, એચ.એન.પટેલ, રાજુ ભાર્ગવને પણ પ્રમોશન મળે તેવી પૂરી શક્યતાઓ અમારા સૂત્રો ધ્વારા મળી હતી. પઆ લિસ્ટમાં આર.બી.બ્રહ્મભટ્ટઉ નામ પણ ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ થોડા સમયમાં જ આ પ્રમોશન જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.
1992 બેચ ડો કે એલ એન રાવ
1993 બેચ નિરજા ગોટરુ અને એચ એન પટેલ
1995 બેચ રાજુ ભાર્ગવ અને આર બી બ્રહ્મભટ્ટ