ગુજરાતટોપ ન્યૂઝ

મોસ્કોથી ગોવા જતી ચાર્ટડ ફ્લાઈટમાં બોમ્બની શક્યતાએ જામનગર લેન્ડિંગ કરાયું, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું

Text To Speech

મોસ્કોથી ગોવા જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ગોવા ATCને એક મેલ આવ્યો હતો, જેમાં વિમાનમાં બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી. આ પછી તરત જ જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. જો કે પ્રાથમિક માહિતી મુજબ આ ફ્લાઈટમાંથી કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી.

કલેક્ટર સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો

મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બની શક્યતાએ તેનું જામનગર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જો કે, આ ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. દરમિયાન આ અંગેની જાણ થતાં જામનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. બીજી તરફ બોમ્બ સ્ક્વોડ, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો પણ તેમાં સામેલ થયો હતો.

Back to top button