ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફ્લાઈટમાં પેશાબનો મામલો, DGCAએ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ ફટકારી

DGCAએ એર ઇન્ડિયાને કારણ બતાવો નોટિસ ફટકારી છે. ગયા મહિને પેરિસ-નવી દિલ્હી ફ્લાઇટમાં મુસાફરો સાથે દુર્વ્યવહારની બે ઘટનાઓ બદલ નોટિસ ફટકારી છે.

DGCAના જણાવ્યા મુજબ, પ્રથમ ઘટનામાં, નશામાં ધૂત એક મુસાફરે ફ્લાઈટના ટોઇલેટમાં ધૂમ્રપાન કર્યું અને ક્રૂની વાત ન સાંભળી. બીજી ઘટનામાં, અન્ય મુસાફર જ્યારે શૌચાલયમાં ગયો ત્યારે ખાલી સીટ પર અને મહિલા સહ-પ્રવાસીના બ્લેન્કેટ પર પેશાબ કર્યો. બંને ઘટના 6 ડિસેમ્બર, 2022ના રોજ પેરિસ-નવી દિલ્હી ફ્લાઈટમાં બની હતી.

‘જોગવાઈનું પાલન થયું નથી’

રેગ્યુલેટરે એક નિવેદનમાં કહ્યું કે DGCAએ એર ઈન્ડિયા પાસેથી 5 જાન્યુઆરી, 2023ના રોજ આ ઘટના અંગે માહિતી માંગી હતી, જે પહેલા કંપનીએ કોઈ માહિતી આપી ન હતી. નિયમનકારે જણાવ્યું હતું કે કંપનીએ 6 જાન્યુઆરીએ ઈમેલ દ્વારા જવાબ મોકલ્યો હતો અને તેની તપાસ કર્યા પછી, પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું હતું કે અયોગ્ય વર્તન કરનારા મુસાફરોને હેન્ડલ કરવા સંબંધિત જોગવાઈનું પાલન કરવામાં આવ્યું નથી.

‘કેમ નથી કરતા કાર્યવાહી?’

રેગ્યુલેટરે એમ પણ કહ્યું હતું કે એરલાઇન દ્વારા વળતી કાર્યવાહી કરવામાં શિથિલતા અને વિલંબ થયો હતો. ડાયરેક્ટોરેટ જનરલે એર ઈન્ડિયાના સંબંધિત મેનેજરને કારણ બતાવો નોટિસ જારી કરી હતી કે નિયમનકારી જવાબદારીઓની અવગણના બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયના સિદ્ધાંતોને અનુસરીને, તેમને જવાબ રજૂ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ફ્લાઇટમાં મુસાફર પર પેશાબનો મામલો

તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયાના વિમાનની અંદર એક સહ-યાત્રી પર પેશાબ કરવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. આ ઘટના 26 નવેમ્બરે બની હતી, જ્યારે શંકર મિશ્રા નામનો શખ્સ કથિત રીતે નશાની હાલતમાં હતો, તેણે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં એક વૃદ્ધ મહિલા યાત્રી પર પેશાબ કર્યો હતો.

accused Shankar Mishra

ફરિયાદ મળ્યા પછી, દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી અને 4 જાન્યુઆરીએ બેંગલુરુથી આરોપીની ધરપકડ કરી. આ મામલે એર ઈન્ડિયા સ્ટાફની કથિત બેદરકારી પર સવાલ ઉઠી રહ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અને અનિયંત્રિત મુસાફરો સાથે વ્યવહાર કરવા માટે 2017ની સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સમાં સુધારો કરવો જોઈએ. નિષ્ણાતોએ કહ્યું છે કે તાજેતરના સમયમાં ફ્લાઇટ્સમાં અયોગ્ય વર્તનની ઘટનાઓ વધી છે કારણકે એરલાઇન કંપનીઓ તેમના વ્યાપારી હિતોને કારણે આવી ઘટનાઓને ઢાંકવાનો પ્રયાસ કરે છે.

Back to top button