ગુજરાતટોપ ન્યૂઝ

108ની એર એમ્બ્યુલન્સે 26 મિનિટમાં ભાવનગરથી સુરત પહોંચી દર્દીનો જીવ બચાવ્યો

Text To Speech

સૌ પ્રથમ વખત 108ની એર એમ્બ્યુલન્સ સુરત આવી છે. જેમાં બેઈન સ્ટ્રોકના દર્દીને હવાઈ માર્ગે સુરત લવાયો હતો. તેમાં 26 મિનિટમાં ભાવનગરથી સુરત ખસેડાયો હતો. તથા સુરત એરપોર્ટથી સડક માર્ગે રસ્તો કપાયો હતો. જેમાં 15 કિલો મીટરનું અંતર 17 મિનિટમાં કાપ્યુ હતુ.

આ પણ વાંચો: અમદાવાદ: ઉત્તરાયણ આવતા પોળના લોકોને થઇ કમાણી, જાણો કઇ રીતે 

માત્ર 26 મિનિટના સમયગાળામાં ભાવનગરથી સુરત એરપોર્ટ પહોંચ્યા

રાજ્ય સરકારની 108 એર એમ્બ્યુલન્સ સૌપ્રથમ વખત ભાવનગરથી એક દર્દીને લઈ સુરત એરપોર્ટ પહોંચી હતી. માત્ર 26 મિનિટના સમયગાળામાં ભાવનગરથી સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ સડક માર્ગના બીજા 15 કિલો મીટરનું અંતર 17 મિનિટમાં કાપી બ્રેઈન સ્ટ્રોકના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘોડદોડ રોડ ખાતે રહેતા 56 વર્ષય કાનજીભાઈ સંસપરા સામાજિક પ્રસંગમાં ભાવનગર ગયા હતા. દરમિયાન શનિવારે અચાનક તેમની તબિયત બગડતા ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ પણ વાંચો: ઉત્તરાયણ: 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જાશે, જાણો શું થશે અસર

તાત્કાલિક વેન્ટિલેટર અને મલ્ટિપેરા મોનિટરથી મોનિટર કર્યું

કાનજી ભાઈને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોય અને તેમનું પરિવાર સુરતમાં હોવાથી તેમને વધુ સારવાર માટે સુરત ખસેડવા નિર્ણય લેવાયો હતો. પરંતુ તેમની ગંભીર હાલત જોતા તેમને સડક માર્ગે સુરત લવાય તો સારવારમાં વિલંબ થાય તેમ હોવાથી તેમને હવાઈ માર્ગે સુરત ખસેડાયા હતા. જે માટે રાજ્ય સરકારની 108 એર એમ્બ્યુલન્સને કોલ અપાયો હતો. જેમાં શનિવારે રાત્રે એર એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ પહોંચે તે પહેલા ALS વેન્ટિલેટર વાળી અડાજણ લોકેશનની 108 એમ્બ્યુલન્સ દોડાવાઈ હતી. ઇએમટી શબ્બીરે કાનજીભાઈને તાત્કાલિક વેન્ટિલેટર અને મલ્ટિપેરા મોનિટરથી મોનિટર કર્યું હતું અને 108ના સેન્ટરમાં બેસેલા ફિઝિશિયન સાથે સંપર્કમાં રહી કાનજીભાઈને શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.

Back to top button