અમદાવાદમાં કોટ વિસ્તારના મોટા ભાગના ધાબા બુક થઈ જતાં હવે બ્લેકમાં લેવા ડિમાન્ડ ઉભી થઇ છે. જેમાં 10 હજારથી સવા બે લાખ સુધીના પેકેજમાં ધાબા સાથે વિવિધ સુવિધાઓ મળે છે. તેમાં વધારે ભાડુ ચુકવીને ધાબા બ્લેકમાં લેવા માટે પણ ડિમાન્ડ વધી છે. પોળમાં પતંગ ચગાવવાની અલગ જ મજા હોય છે. જેમાં વિદેશથી આવતા લોકો અમદાવાદના પોળ વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવાની ડિમાન્ડ કરે છે. જેમાં ધાબા ભાડે આપવાથી પોળના મધ્યમ વર્ગના લોકોને રોજગારીની નવી તક મળી છે.
આ પણ વાંચો: ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને મળશે આ નવી સુવિધા
વધારે ભાડુ ચુકવીને ધાબા બ્લેકમાં લેવા માટે પણ ડિમાન્ડ વધી
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાડિયા સહિતના કોટ વિસ્તારમાં હાલ મોટાભાગના ધાબા ભાડે અપાઇ ગયા છે. પરંતુ ધાબા માટે હજુ પણ લોકોની ઇન્કવાયરી ચાલુ જ છે. એટલે વધારે ભાડુ ચુકવીને ધાબા બ્લેકમાં લેવા માટે પણ ડિમાન્ડ વધી છે. ઉત્તરાયણની ઉજવણી માટે દેશ-વિદેશથી લોકો શહેરના કોટ વિસ્તારમાં આવતા હોય છે. પોળોના ધાબા ઉપર પતંગ ચગાવવા માટે લોકો ધાબા ભાડે લેતા હોય છે. 10 હજારથી સવા બે લાખ રૂપિયા સુધીના પેકેજ પ્રમાણે લોકોને ધાબા ભાડે આપવામાં આવે છે. જેના લીધે પોળના લોકોને રોજગારીની નવી તકોનું સર્જન થયું છે.
આ પણ વાંચો: ઉત્તરાયણ પછી શુભાશુભ યોગ બનશે પણ, આ રાશીમાં નાની-મોટી અસર વર્તાશે
પોળમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સર્જન થયું
છેલ્લા કેટલાક વર્ષોથી ધાબા ભાડે આપવાનું ચલણ વધ્યું છે. તેને લઇને પોળમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સર્જન થયું છે. જો કે પેકેજમાં નક્કી કરેલા સંખ્યા કરતા વધારે લોકો આવે તો વ્યક્તિ દીઠ ભાડુ વધારે વસુલાય છે. આ અંગે પોળના એક અગ્રણીના જણાવ્યા પ્રમાણે હાલમાં ખાડિયા, માંડવીની પોળ, રાયપુર, સારંગપુર, સાંકડીશેરી સહિતની પોળમાં અત્યારે 85 જેટલા ધાબા બુક થઇ ગયા છે. તેમ છતાંય હજુ રોજ ધાબા માટે ઇન્કવાયરી આવે છે. લોકો વધારે ભાડુ આપવા તૈયાર થયા છે પરંતુ ધાબા તમામ બુકીંગ છે.
આ પણ વાંચો: ઉત્તરાયણ: 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જાશે, જાણો શું થશે અસર
10 હજારથી લઇને લાખો સુધીના પેકેજ
તહેવારોની ઉજવણીમાં કોટ વિસ્તારમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસથી ધાબા ભાડે લેવા ઇન્કવાયરી શરુ થઇ જાય છે. ઘણા લોકો તો ડિસેમ્બર સુધીમાં તો બુક કરાવી લે છે. કોટ વિસ્તારમાં અંદાજે ચારથી પાંચ હજાર ધાબા ભાડે આપવામાં આવ્યા છે. 10 હજારથી લઇને લાખો સુધીના પેકેજ પ્રમાણે ભાડે અપાતા ધાબામાં વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં સવારે ચા-નાસ્તો, બપોરે ઉધીંયુ-પુરી, જલેબીનું ભોજન, બપોરે ચા અને રાતે ભોજન આપવામાં આવે છે. ઉપરાંત ટ્રેડિશનલ ફુડમાં તલની-સિંગની ચીક્કી અને લાડુ આપે છે. સાથે સાથે ધાબા ઉપર ડીજે સેટ, માઇક અને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવે છે. જો કે ઘણી જગ્યાએ ભોજન વિનાના પેકેજ પણ આપવામાં આવે છે. તો કયાંક પતંગ-માંજા સાથેના પેકેજ પણ આપવામાં આવે છે, જેમાં ધાબુ ભાડે લેનારે ખાલી હાથ આવવાનું બધી વ્યવસ્થા પેકેજ પ્રમાણે થાય છે. તેમાં પણ ફુલ-ડે અને હાફ-ડે ના પેકેજ પણ નક્કી થાય છે.