શિયાળામાં થીજી જતા આ તળાવો, તમે પણ માણો અહીં સ્નો સ્કીઇંગ અને સ્નોસ્કેટિંગ
હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારોમાં આવા ઘણા સરોવરો છે, જેની સુંદરતા જોઈને દરેકના મનને મોહી લે છે. આ તળાવો કુદરતના સૌંદર્યથી તરબોળ છે. શિયાળાની ઋતુમાં માઈનસ તાપમાનને કારણે ઘણા તળાવો બરફની સખત ચાદર ઓઢી લે છે. જેના પરીણામે આ તળાવો ટ્રેકિંગ ટ્રેલ્સ બની જાય છે, એટલે કે તમે ઇચ્છો તો આ તળાવો પર દોડ લગાવી શકો છો. આ દૃશ્ય ખૂબ જ આકર્ષક અને સુંદર છે. ભારતમાં આવા તળાવોની કોઈ કમી નથી. ભારતના હિમાલયના પ્રદેશોમાં ઘણા ઊંચાઈવાળા સરોવરો શિયાળાના મહિનાઓ દરમિયાન ડિસેમ્બરથી ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન થીજી જાય છે. આવો જાણીએ એ તળાવો વિશે…
આ પણ વાંચો : ધરતી પરનું બીજું સ્વર્ગ હવે ગુજરાતમાં, રજાઓમાં માણો આ મીની કાશ્મીરની મજા !
ત્સોંગમો તળાવ
ત્સોંગમો તળાવ અથવા ચાંગુ તળાવ સિક્કિમમાં આવેલું છે. 12,310 ફૂટની ઉંચાઈ પર આવેલું આ હિમનદી સરોવર શિયાળાની ઋતુમાં થીજી જાય છે. ચાંગુ તળાવ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલું છે. તમામ ભારતીય પ્રવાસીઓને અહીં આવવા માટે લાઇન પરમિટની જરૂર હોય છે.
ચોલામૂ
ત્સો લ્હામો તળાવ અથવા ચોમાલૂ ચાંગુ તળાવ સિક્કિમમાં આવેલું છે. 12,310 ફૂટની ઉંચાઈ પર આવેલું આ હિમનદી સરોવર શિયાળાની ઋતુમાં થીજી જાય છે. ચોમાલૂ તળાવ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલું છે. તમામ ભારતીય પ્રવાસીઓને અહીં આવવા માટે લાઇન પરમિટની જરૂર હોય છે.
ડલ તળાવ
ડલ તળાવ કાશ્મીરનું સૌથી પ્રખ્યાત તળાવ છે. તીવ્ર શિયાળા દરમિયાન તળાવ થીજી જાય છે. જોકે તે આંશિક રીતે થીજી જાય છે. પરંતુ હજુ પણ પાણીની સ્પોર્ટસ એક્ટિવીટી જેવી કે સ્નો સ્કીઇંગ અને સ્નોસ્કેટિંગ તેના પર પ્રેક્ટિસ કરવામાં આવે છે.
આ પણ વાંચો : ઘરતી પરના સ્વર્ગની બરફવર્ષા વચ્ચે લો મુલાકાત !
ગુરુડોંગમાર તળાવ
સિક્કિમમાં આવેલું ગુરુડોંગમાર તળાવ ભારતનું સૌથી સુંદર અને પવિત્ર તળાવ છે. તે સમુદ્ર સપાટીથી 17800 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. ગુરુડોંગમાર, વિશ્વના સૌથી ઊંચા સરોવરોમાંથી એક, શિયાળાની ઋતુ દરમિયાન તે સંપૂર્ણ થીજી જાય છે.
પેંગોંગ ત્સો તળાવ
લદ્દાખમાં સ્થિત પેંગોંગ ત્સો તળાવ વિશ્વના સૌથી સુંદર અને આકર્ષક તળાવોમાંથી એક છે. તે અલગ અલગ ઋતુઓમાં અલગ-અલગ સુંદરતા સાથે અલગ-અલગ દેખાય છે. નવેમ્બરના અંતથી એપ્રિલ સુધી શિયાળા દરમિયાન આ તળાવ સંપૂર્ણપણે થીજી જાય છે.
રૂપકુંડ તળાવ
ઉત્તરાખંડમાં સ્થિત રૂપકુંડ એક રહસ્યમય તળાવ છે, જેને કંકાલ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. રૂપકુંડ એક ઉચ્ચ ઉંચાઈ પર આવેલ હિમનદી તળાવ છે. રૂપકુંડ દરિયાની સપાટીથી લગભગ 16 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું છે. કંકાલોથી ભરેલું આ તળાવ શિયાળા દરમિયાન થીજી જાય છે.
આ પણ વાંચો : કાશ્મીરમાં પહેલીવાર પ્રવાસ માટે ખુલ્લી મુકાશે આ 4 સુંદર જગ્યાઓ !
પરાશર તળાવ
હિમાચલ પ્રદેશમાં સ્થિત પરાશર તળાવ સમુદ્ર સપાટીથી 2,730 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ તળાવ બરફથી ઢંકાયેલ શિખરોથી ઘેરાયેલું છે. પરાશર તળાવ શિયાળાની ઋતુમાં બરફથી ઢંકાયેલું હોય છે અને થીજી જાય છે.
સેલા તળાવ
સેલા તળાવ અરુણાચલ પ્રદેશના તવાંગમાં છે. આ તળાવ સમુદ્ર સપાટીથી 13,700 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. સેલા તળાવ ખૂબ જ સુંદર છે. આ તળાવને સ્વર્ગ તળાવ પણ કહેવામાં આવે છે. તે શિયાળામાં સંપૂર્ણપણે અથવા આંશિક રીતે થીજી જાય છે.
સુરજ તાલ તળાવ
હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં આવેલું સૂરજ તાલ તળાવ ભારતનું ત્રીજું સૌથી ઊંચું સરોવર છે. આ તળાવ હિમાલયના ગ્લેશિયર્સમાંથી પાણી મેળવે છે. આ સ્થળ ટ્રેકિંગ અને મોટરસાઈકલ માટે ખૂબ જ લોકપ્રિય છે.