12 જાન્યુઆરીએ બુધનો ઉદયઃ આ રાશિની ચમકશે કિસ્મત
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્વિત સમય બાદ અસ્ત અને ઉદય થાય છે. જેનો પ્રભાવ દરેક રાશિના લોકો અને દેશ-દુનિયા પર પડે છે. નવા વર્ષમાં ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ 12 જાન્યુઆરી 2023ના રોજ ઉદિત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને ધન, બુદ્ધિ, વેપાર, કરિયર સહિત ઘણી બાબતોનો ગુરૂ માનવામાં આવે છે. જે રીતે કોઇ પણ ગોચરનો તમામ રાશિઓ પર પ્રભાવ પડે છે. તે પ્રકારે બુધના ઉદયની અસર પણ રાશિઓ પર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધના ઉદયથી કેટલીક રાશિઓને ફાયદો થશે તો કેટલીક રાશિઓને નુકશાન થશે.
સિંહ રાશિ
નવા વર્ષ 2023માં સિંહ રાશિના લોકો માટે બુધનો ઉદય સારો સાબિત થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આવકમાં વધારો થશે. તેની સાથે ધન સંબંધિત સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે. જાન્યુઆરીમાં આ રાશિના જાતકોને ઘન લાભ થશે. લાંબા સમયથી અટકેલા તમામ કામ પુરા થશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોના જીવનમાં હાલમાં ચઢાવ-ઉતાર ચાલી રહ્યો છે. ઉતાર-ચઢાવથી ટેન્શનનો માહોલ છે, પરંતુ બુધના ઉજયથી તમામ પરેશાનીઓથી છુટકારો મળશે. સાથે સાથે તમારી આવકમાં પણ જબરજસ્ત વધારો થશે. તમારી માનસિક પરેશાનીઓ ખતમ થશે. આર્થિક પરેશાનીઓ પણ પુરી થશે.
વૃશ્ચિક રાશિ
જાન્યુઆરી મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે ખુબ સારો છે. તેમને ધનલાભ થઇ શકે છે. રોકાણની દ્રષ્ટિએ પણ આ સારો સમય છે. વાણીનો સારી રીતે પ્રયોગ કરવો. બુધના ઉદયથી વૃશ્ચિક રાશિના જાતકોનો સમય સારો વીતશે.
ધન રાશિ
બુધ ગ્રહનો ઉદય ધન રાશિના લોકોની કરિયરમાં લાભ અપાવશે. આ દરમિયાન તમને નોકરી વેપાર બંનેમાં સારી સફળતા મળશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. વેપારીઓ માટે બિઝનેસનો વ્યાપ થવાના યોગ છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમની આવકમાં વૃદ્ધિ થશે.
આ પણ વાંચોઃ MCD મેયરની ચૂંટણી પર દિલ્હીનો ‘રાજકીય’ પારો ગરમાયો, ભાજપ-આપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા