નાણાંકીય વર્ષ 2022-23 ખતમ થવામાં વધુ સમય બચ્યો નથી. ટેક્સપેયર્સ પાસે ટેક્સ બચાવવા માટે છેલ્લી તક છે. નોકરિયાત લોકોને કંપનીઓમાં તેમના રોકાણની ડિટેલ્સની ડિમાન્ડ શરૂ થઇ ગઇ છે. નોકરિયાત વર્ગ ટેક્સ બચાવવા માટે અલગ અલગ પ્રકારની ટ્રિક અપનાવે છે. આજે એક આઇડિયા જાણો જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો.
HRAના સહારે બચાવી શકો છો ટેક્સ
HRA કોઇ પણ કર્મચારીના પગારનો એક ભાગ હોય છે. તમે તમારી સેલરી સ્લિપ જોશો તો તેમાં HRAની કોલમ જોવા મળશે. તેના સંબંધિત રકમની ડિટેલ્સ પણ તમને મળી જશે. HRA સેલરીનો ટેક્સેબલ પાર્ટ હોતો નથી. તેના દ્વારા તમે સરળતાથી ટેક્સ બચાવી શકો છો. જોકે તેને ક્લેમ કરવા માટે એ શરત છે કે ટેક્સપેયર્સ ભાડાના ઘરમાં રહેતો હોય. ઇનકમટેક્સના સેક્શન 10(13એ) હેઠળ રેન્ટ એલાઉન્ટથી ટેક્સ છુટ માટે ક્લેમ કરી શકો છો.
કેટલો ટેક્સ બચાવી શકો છો?
HRA પર કેટલો ટેક્સ બચાવી શકો છો એ ત્રણ કન્ડિશન પર નિર્ભર કરે છે. પહેલુ એ કે તમારી સેલરીમાં HRAનો હિસ્સો કેટલો છે. બીજુ જો તમે મેટ્રો શહેર જેમકે દિલ્હી, મુંબઇ, કોલકત્તામાં રહો છો તો બેઝિક સેલરીના 50 ટકા HRA હશે. જો તમે નોન મેટ્રો સિટીમાં રહો છો તો HRA સેલરીના 40 ટકા હોય છે. ત્રીજુ મકાનના વાર્ષિક ભાડામાંથી વાર્ષિક સેલરીના 10 ટકા બાદ બચેલી કરીને બચેલી રકમ.
કેવી રીતે કરશો કેલક્યુલેટ?
જો તમે તમારા HRAને કેલક્યુલેટ કરવા ઇચ્છો છો તો સૌથી પહેલા જુઓ કે એક નાણાંકીય વર્ષમાં તમને કેટલુ HRA મળ્યુ છે. આ માટે તમારી બેઝિક સેલરી સાથે મોંઘવારી ભથ્થુ અને અન્ય વસ્તુઓ પણ જોડાયેલી હોવી જોઇએ. ત્યારબાદ તમે તમારો ટેક્સ બચાવી શકશો. માની લો કે તમે દર મહિને 15,000 રૂપિયા ભાડુ ભરો છો અને તમારી બેઝિક સેલરી 25000 રુપિયા છે. ડીએ 2000 રુપિયા છે તો આ સ્થિતિમાં તમને HRAના રૂપમાં 1,00,000 રૂપિયા મળે છે. આવા સંજોગોમાં HRA તરીકે તમે મેક્સિમમ 1,00,000 રુપિયાનુ ટેક્સ સેવિંગ કરી શકો છો. જોકે આ માટે તમારી પાસે કાયદેસરનું રેન્ટ એગ્રીમેન્ટ હોવુ જરૂરી છે, જેની પર તમારા મકાન માલિકના સિગ્નેચર હોય. જો વાર્ષિક રેન્ટ 1 લાખ કરતા વધુ હોય તો મકાન માલિકનું પાન કાર્ડ પણ અનિવાર્ય છે.
આ પણ વાંચોઃ બોલો ! સંસ્કારી અનુપમાએ કરી ‘કિસ’ : ફોટો થયા વાયરલ