પાલનપુર: દાંતીવાડા ડેમમાં માછીમારીના બહાને પક્ષીઓના શિકાર, જીવદયા પ્રેમીઓમાં પ્રસર્યો રોષ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા દાંતીવાડા ડેમમાં માછીમારી કરતા ઈસમો હવે ડેમ આવતા પક્ષીઓનો પણ શિકાર કરતા હોવાનો વિડિયો વાયરલ થતાં જીવદયા પ્રાણીઓમાં રોષની લાગણી પ્રસરી છે.
ડેમમાં શિકારી ટોળકી સક્રિય, પક્ષીઓના શિકારના બનાવ વધ્યા
દાંતીવાડા ડેમમાં શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચતા હોય છે. જેમાં ખાસ કરીને રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર કરવા માછીમારી કરતી ટોળકી હવે આ પક્ષીઓનો શિકાર કરવા સક્રિય બની ગઈ છે.આ શિકારી ટોળકી ડેમમાં પક્ષીઓનો શિકાર કરતા હોવાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.જેમાં એક માછીમારી કરતો યુવક પક્ષીનો શિકાર કરીને પોતાની નાવમાં મુકતો હોવાનું દેખી શકાય છે,અને કહી રહ્યો છે,કે આજે એક જ પક્ષી પકડ્યું છે,લાકડું (બળતણ) હોય તો અહી જ બનાવી દઈએ,રોજ ચાર પાંચ પક્ષીઓનો શિકાર કરીએ છીએ,બતક પણ મારીએ છીએ, દોડાઈ દોડાઇને થાકી જાય પછી,શિકાર કરીએ છીએ,
નિર્દોષ પક્ષીઓના શિકાર કરતા હોવાનો વિડિયો વાયરલ
દાંતીવાડા ડેમમાં પક્ષીઓના શિકાર કરતો માછીમારી યુવકનો વિડિયો થયો વાયરલ#palanpur #palanpurupdate #DantiwadaDam #VideoViral #animals #birds #hunter #Crime #crimealert #crimeupdate #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/c9bM1fVHUO
— Hum Dekhenge News (@humdekhengenews) January 9, 2023
આ શિકારી ટોળકીએ દાંતીવાડા ડેમમાં માછીમારી કરવાના નામે પક્ષીઓના શિકાર કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે.હિન્દીભાષી માછીમારી કરતા ઈસમોહિમાલય,પંજાબ,રાજસ્થાન,હરિયાણા સહિતના વિસ્તારમાંથી આવતા અલગ જાતિના પક્ષીઓનો પણ શિકાર કરતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. દાંતીવાડા ડેમમાં પક્ષીઓના શિકાર કરવાનો વિડિયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી ફેલાતા પક્ષીઓના શિકાર કરનાર શિકારીઓ વિરૂદ્ધ વન વિભાગ તથા વહીવટીતંત્ર ઊંઘમાંથી જાગી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
વન વિભાગ પક્ષીઓની હત્યાના કારસ્તાનથી અજાણ
આ અંગે દાંતીવાડા RFO મુકેશ માળી એ જણાવ્યું હતું કે, હાલમાં ડેમમાં પાણી ભરેલું છે. તો ચાલુ સાલે વિદેશી પક્ષીઓ નથી આવ્યા, અત્યારે હિમાલય, પંજાબ, રાજસ્થાન, હરિયાણા બાજુના પક્ષીઓ આ બાજુ આવ્યા હોય છે.
વન વિભાગનો ગોળ ગોળ જવાબ
વીડિયો બાબતે જોઈ લઉં છું, ઉપરના અધિકારીનો સંપર્ક કરી એમના માર્ગદર્શન હેઠળ ચાલવાનું હોય છે,જેમ ગોળ ગોળ જવાબ આપી પોતે અજાણ હોવાનું રટણ કર્યું હતું.
આ પણ વાંચો :મારા ઘડતરમાં બનાસકાંઠાનો ખુબ જ મોટો ફાળો : ગૌતમ અદાણી