ઉત્તર ગુજરાતગુજરાતબિઝનેસ

મારા ઘડતરમાં બનાસકાંઠાનો ખુબ જ મોટો ફાળો : ગૌતમ અદાણી

  • વિદ્યામંદિરનું નામ કોહીનુરની જેમ બધેજ રોશન થઇ રહ્યુ છે
  • ઉદ્યોગપતિ અદાણી એ પાલનપુરના 50 વર્ષ પહેલાના પોતાના બાળપણના દિવસો વાગોળ્યા

પાલનપુર : પાલનપુર શહેરની જાણીતી વિદ્યામંદિર સંસ્થાને 75 વર્ષ અને જૈન શિશુ શાળાને 100 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અદાણી ગ્રુપના ચેરમેન બનાસકાંઠાના પાલનપુર શહેરના મહેમાન બન્યા હતા. આ પ્રસંગે તેમને પોતાના વતન થરાદને તેમજ ડીસા અને પાલનપુર શહેરની પોતાની જૂની યાદોને વાગોળી હતી. અને તેમના જીવન સાથે સંકળાયેલી અજાણી વાતો પણ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી હતી.

ગૌતમ અદાણી-humdekhengenews
ગૌતમ અદાણી

બનાસકાંઠાના પાલનપુર શહેરમાં આવેલ વિદ્યામંદિર સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થયા છે.તેમજ જૈન શિશુ શાળાને 100 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં થરાદના વતની અને પાલનપુર જેમનું મોસાળ છે તેવા અદાણી ગ્રુપના ચેરમેન ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ પ્રસંગે પાલનપુર વિદ્યામંદિર સંસ્થાના મહેમાન બન્યા હતા.આ પ્રસંગે ગૌતમ અદાણીએ પોતાના વક્તવ્યમાં પાલનપુર શહેરની પોતાની જૂની યાદોને વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ ઉપસ્થિત લોકો સમક્ષ વાગોળી પોતાના ઘડતરમાં બનાસકાંઠા જિલ્લાનું ખૂબ જ મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું.વધુમાં જણાવ્યુ હતુ કે, મારા પિતાને ડીસામાં અને મામાને પાલનપુરમાં વાયાદાનો ધંધો હતો.જેથી મહીનામાં એક વખત પાલનપુર આવતો હતો.તેમજ મારા કઝીન વિદ્યામંદિર સંસ્થામાં અભ્યાસ કરતા હતા.પાલનપુર મહાજનોએ વતનનું રૂણ અદા કરવા પાલનપુરમાં વિદ્યામંદિર નામની શૈક્ષણિક સંસ્થા સ્થાપી છે.જેથી વિદ્યામંદિરમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં પોતાનું તેમજ શહેર અને સંસ્થાનું નામ રોશન કરે છે.વિદ્યામંદિરનું નામ કોહીનુરની જેમ બધેજ રોશન થઇ રહ્યુ છે.

આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઇનોવેટર પ્રણવ મિસ્ત્રી,પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઇ ચૌધરી,પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર,પાલિકા પ્રમુખ કિરણબેન રાવલ સહીત સંસ્થાના ટ્રસ્ટી સહીત વાલી અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હું 11 વર્ષનો હતો ત્યાં સુધી ડીસામાં રહ્યો હતો

હું થોડી એવી વાતો કરું છું જેના વિશે તમે કોઈ નથી. આ મારા બાળપણની સ્ટુડન્ટ લાઇફની વાત છે. હું થરાદનો વતની અને મારું મોસાળ પાલનપુર હતુ. 6 વર્ષનો હતો ત્યારે અમે ડિસામાં રહેવા આવેલા મારા કઝીન આજ સ્કૂલ વિદ્યામંદિરમાં ભણેલા, મારા પિતાજીનો ડીસામાં અને મારા મામા નો પાલનપુરમાં વાયદાનો વેપાર હતો. મને બરાબર યાદ છે કે, હું દર મહીને ડીસા થી પાલનપુર અવાર-નવાર આવતો.

ગૌતમ અદાણી-humdekhengenews

પાલનપુરમાં ખોડા લીમડામાં અમારું જૂનું ઘર, અને પછી વડીલોએ ગંજ બજાર પાસે સંસ્કાર સોસાયટીમાં નવુ મકાન બનાવેલુ. એ ટાઈમે લક્ષ્મીપુરા રેલવે ફાટક પાસેના મેદાનમાં અમે સર્કસ જોવા જતા. એક થીયેટર હતુ, સીટીલાઇટ થિયેટર. ત્યાં અમે બધાજ કઝીન પિક્ચર જોવા જતા. કિર્તિસ્થંભ આઇસ્કીમની ફેક્ટરીમાં રેગ્યુલર જતા. દિલ્હી દરવાજા પાસે ગોટીવાળી સોડાની મજા લેતા. મોટી બજારમાં ભીખાભાઇની લારી પર કચોરી ખાતા અને પીકનીકમાં બાલારામ પણ જતા. ત્યાં મંદિરની પાસે પહાડમાંથી નદીના ઝરણાંના ધોધ અને એના પાણીમાં નહાતા. મિત્રો મારા જીવનના યાદગાર દિવસો મેં અહીં કાઢ્યા છે.હુ 11 વર્ષનો હતો ત્યાં સુધી ડીસામાં રહ્યો હતો.મારા ઘડતરમાં બનાસકાંઠાનો ખુબ જ મોટો ફાળો છે.

આ પણ વાંચો : અદાણીના CNG ભાવમાં વધારો, સામાન્ય જનતાને મોંઘવારીનો ડોઝ

Back to top button