અમદાવાદ પોલીસની “પતંગ” નજર
ગુજરાતમાં ચાઇનીઝ દોરીના લીધે ત્રણ વ્યક્તિઓના જીવ ગયા છે ત્યારે હવે પોલીસ પણ ક્યાય ઢીલ મુકવા માંગતી નથી જયારે સામે પક્ષે ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ પણ ઢીલ છોડવા માંગતા નથી ત્યારે હવે ઉતરાયણ અગાઉ આ વેપારીઓનો પતંગ ઉડે છે કે પોલીસનો તે તો આવનાર સમય જ બતાવશે પણ હાલ પોલીસ પ્રશાસન, ગુજરાત સહીત સમગ્ર અમદાવાદમાં ચાઇનીઝ દોરીના વેચાણને અટકાવવા માટે પુરતો પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો : 9 જાન્યુઆરી : આજે પ્રવાસી ભારતીય દિવસ, જાણો કેમ ઉજવાય છે આ દિવસ ?
મળતી માહિતી મુજબ અમદાવાદ પોલીસ હાલ વિવિધ વિસ્તારમાં એક મુહીમ ચલાવી રહ્યું છે જ્યાં તે નાગરિકો અને પતંગ દોરીના વેપારીઓ સાથે બેઠક કરી આ બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે. સાથે પોલીસ ચાઇનીઝ દોરીના પ્રતિબંધને સંપૂર્ણ રીતે પહોચીવડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. પોલીસ દ્વારા ટ્રેપ ગોઠવીને આવા વેપારીઓને પકડી પાડવા માટે પણ તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા ટ્રેપ ગોઠવી નકલી ગ્રાહક મોકલી અથવા પોતે ગ્રાહક બનીને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા કે સંગ્રહ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે તમામા પ્રયત્ન થઇ રહ્યા છે. પોલીસ દ્વારા જાહેર સ્થળોએ અને શાળા કોલેજમાં જનજાગૃતિ લાવવા માટે જનજાગૃતિ સંદેશ પ્રસારિત કરશે. અમદાવાદના નાગરિકો પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા કે અન્ય કોઈ પણ આ બાબતે માહિતી મળે તો 100 નંબર ડાયલ કરી પોલીસને માહિતી આપી શકે છે અને એક જાગૃત નાગરિકની ફરજ અદા કરી શકશે.
ઉતરાયણના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસતંત્ર કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા માંગતું ન હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે પણ ઉતરાયણ પર પોલીસ કેટલા લોકોને આ જીવલેણ દોરીથી જીવ જતા કે ઈજા થતા બચાવશે એતો આવનાર સમયમાં જ ખબર પડશે.