અદાણીના CNG ભાવમાં વધારો, સામાન્ય જનતાને મોંઘવારીનો ડોઝ
નવા વર્ષની શરૂઆતમાં જનતાને એક પછી એક મોંઘવારીનો માર પડી રહ્યો છે. પહેલાં CNGના ભાવમાં ગુજરાત ગેસ તરફથી વધારો કરવામાં આવ્યો હતો. જે પછી અદાણી ગેસે પણ CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે. જેથી હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે. જેના કારણે રિક્ષા ચાલકો અને સામાન્ય જનતાને સીધી અસર જોવા મળશે.
CNGના ભાવમાં વધારો
મધ્યમ વર્ગના પરિવારોને મોંઘવારીનો માર વધતો જાય છે. નવું વર્ષ શરૂ થયું એને માંડ ચાર દિવસ થયા છે, ત્યાં ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજે ફરી એકવાર CNGના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે. હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે.
તાજેતરમાં ગુજરાત ગેસ દ્વારા કરાયો હતો ભાવવધારો
ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ દ્વારા તાજેતરમાં જ CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તો સાથે જ PNGના ભાવમાં પણ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે વાહનચાલકોએ ગુજરાત ગેસના CNG માટે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.
આ પણ વાંચો : ડુમ્મસ બીચ પર યોજાશે દેશની પહેલી “સોકર ટુર્નામેન્ટ”, 20 રાજ્યોની ટીમો આવશે સુરત