એકતરફ ગુજરાત વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યું છે, ભારત અને વિશ્વભરમાં આજે ગુજરાતના વિકાસ મોડેલની ચર્ચા થઇ રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સતત વ્યાજના ચકેડામાં ગુંગળાઈ રહ્યા છે ત્યારે ગુજરાત પોલસ લોકોની મદદ કરવા અને આ ચકેડામાંથી લોકોને બહાર નીકળવા રાજ્યભરમાં અઆગામી 100 દિવસ સુધી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાની જાહેરાત કરી છે.
ગુજરાતની અંદર હાલની પરિસ્થિતિ પ્રમાણે વ્યાજખોરીના મુળિયા છેક ઉડે સુધી ઉતરી ગયા છે. આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના અચાનક આવી જતા ખર્ચા માટે આવા વ્યાજખોરોના શિકાર બને છે અને આ વ્યાજખોરો આ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી વ્યાજના નામે ઉગાડી લુંટ ચલાવે છે. ત્યારે હવે ગુજરાત સરકાર આવા વ્યાજખોરો પર તવાઈ કરવા જઈ રહ્યું છે અને મજબુર લોકોને આ વ્યાજખોરોની ચંગુલમાંથી બહાર નીકળવા અગામી સયમમાં રાજ્યભરમાં મોટી મુહિમ ચલાવશે.
આ પણ વાંચો : ફ્લાવર શોમાં અમદાવાદીઓએ દિલ ખોલીને લીધી મુલાકાત, 5 લાખથી વધુ લોકો પહોંચ્યા
રાજયમાં અનઅધિકૃત મનીલેન્ડરો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ ઉપર હજુ વધુ નિયંત્રણ લાવવા માટે ગુજરાત પોલીસની સ્પેશ્યિલ ડ્રાઈવ. આવા ગુનાઓને નેસ્તનાબુદ કરવા ડી.જી.પી.શ્રી આશીષ ભાટિયાએ તમામ એકમોના વડાશ્રીઓને સૂચના આપેલ છે. @dgpgujarat #crimefreegujarat #gujaratpolice pic.twitter.com/MC5OdjVgM8
— Gujarat Police (@GujaratPolice) January 6, 2023
ગુજરાતના મોટા શહેરોની વાત કરીએ તો શાકભાજીની લારીઓ વાળા, રિક્ષાવાળા અને અન્ય રોજીંદો ધંધો કરતા લોકો મજબુરીમાં આવા વ્યાજખોરોના ચંગુલમાં હાલ પણ ફસાયેલા છે. વર્ષ 2021 ની વાત કરીએ તો અમદાવાદમાં 3 અને વડોદરામાં સૌથી વધુ 7 લોકોએ દેવાના લીધે આત્મહત્યા કરી છે. આ વ્યાજખોરો એટલા બેફામ બનેલા છે કે તેઓ પૈસાની લેવડદેવડમાં મારપીટ કરતા પણ અટકાતા નથી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર પણ આ દુષણથી બાકી રહ્યું નથી. ગુજરાતના ગ્રામ્ય વીસ્તારમાં નાના ખેડૂતો અને વેપારીઓ આ વ્યાજખોરોનો ભોગ બની ચુક્યા છે. નાણા ખેડૂતોને પોતાની બેંકમાં દર વર્ષે કે.સી.સી લોનના ફક્ત 2 દિવસના ટરનઓવરમાં 10% થી લઇ 20% સુધીનું વ્યાજ લેતા હોય છે. કેટલીક બેન્કના મેનેજરોનું કમીશન પણ તેમાં હોય છે.
ગુજરાતના સુરતમાં હમણાં સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહીમાં સફળતાના પરિણામો મળતા હવે આ મોડેલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે અને ગુજરાત પોલીસ સમગ્ર ગુજરાતમાં આ મુહિમ થકી આવા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યના ગરીબ અને માધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોની ચંગુલમાંથી મુક્ત કરવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે જેના ભાગરૂપે આજથી સમગ્ર રાજ્યમાં લોકદરબારનું આયોજન કરાયું છે જેમાં રાજ્ય પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ નાગરિકોના પ્રશ્નો સંભાળીને તેના નિરાકરણ માટે સંનિષ્ટ પ્રયાસો કરશે અને ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે રાજ્યના મુખ્મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જરૂરતમંદ નાગરિકોને મહત્તમ લાભ લેવા માટે અપીલ કરાઈ છે.
આ પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પશ્ચિમ બંગાળમાં આજે ફરી પથ્થરમારો, કોઈ જાનહાનિ નહીં
આજ રોજ #ભીલોડા પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકશ્રી નાઓની અધ્યક્ષતામાં #વ્યાજખોરો વિરદ્ધ #લોકદરબાર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જુદા જુદા ગામોના સરપંચ શ્રીઓ તથા ૧૦૦ થી વધુ સંખ્યામાં નાગરીકો હાજર રહ્યા હતાં. @sanghaviharsh @GujaratPolice @dgpgujarat pic.twitter.com/5R7ORuaTtT
— SP Arvalli (@SP_Arvalli) January 7, 2023
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દેવાના બોજને લીધે વર્ષ 2017 થી વર્ષ 2021 સુધીમાં કુલ 481 પુરુષ અને 31 સ્ત્રીઓએ આત્મહત્યા કરી છે. આ અહેવાલ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોનો છે. દેવાના બોજને લીધે વર્ષ 2021 માં આત્મહત્યા કરનાર વ્યક્તિઓની સંખ્યામાં અન્ય વર્ષની સરખામણીમાં વધારે છે અને જે છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં 90 ટકા જેટલો વધારે છે. વર્ષ 2021માં દેવાના બોજે આત્મહત્યાના કેસોમાં ગુજરાત સમગ્ર ભારતમાં સાતમા સ્થાને રહ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકારે આપેલી સુચના મુજબ પોલીસ સોમવારથી એક સપ્તાહ માટે સમગ્ર ગુજરાતમાં એક ઝુંબેશ ચલાવશે જેના ભાગરૂપે પોલીસ વ્યાજખોરોના ત્રાસના ચકેડામાં ફસાયેલા લોકોની સમક્ષ જશે અને લોકદરબાર યોજીને તેમની ફરિયાદ લેવામાં આવશે અને ફરિયાદના આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ ઝુંબેશને પણ સારી સફળતા મળી રહી છે અને લોકો પણ ખુલીને બહાર આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં 20 થી વધુ લોકોએ વ્યાજખોરો સામે ફરિયાદ કરી છે અને જીલ્લા ઓલીસ અધિક્ષક જાતે ફરિયાદ લઇ રહ્યા છે. સુરત શહેરમાં ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચ દ્વારા 16 વ્યાજખોરોની ધરપકડ કરી છે. આ વ્યાજખોરો કોઇપણ પ્રકારના લાઇસન્સ વગર ધંધો કરી રહ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળી આ મોટી જવાબદારી, રાજ્યના ગૌરવમાં થયો વધારો
સુરેન્દ્રનગર ડીવીઝન વિસ્તારના લોકો માટે DTC,પોલીસ હેડ કવાટર ખાતે "એક તક પોલીસને" કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગર દ્વારા વ્યાજખોરો અંગે લોકોની રજુઆતો સાંભળી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ@dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat pic.twitter.com/bReBFHPyzR
— SPSurendranagar (@SPSurendranagar) January 9, 2023
ગુજરાતભરના કેટલાય શહેરોમાં અને ગામડાઓમાં આજે વ્યાજખોરોના આતંકથી કેટલાય લોકોએ પોતાનું જીવન ટુંકાવ્યું છે જે સમાજ માટે પણ એક ચિંતાનો વિષય છે અને આ દુષણ ખુબ જ પ્રસરી રહ્યું છે તેના માટે પોલીસ દ્વારા આ મુહિમ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આગામી સમયમાં કેટલા લોકો ને આ વ્યાજ્ખોરીના ચંગુલમાંથી મુક્ત કરાવે છે તે જોવું રહ્યું.