વર્લ્ડ

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારથી ગુસ્સે ભરાયેલા બોલ્સોનારોના સમર્થકોએ સરકારી ઈમારતો પર કર્યો હુમલો

Text To Speech

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકોએ તેમની ચૂંટણીમાં હાર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. બોલ્સોનારોના સમર્થકોએ બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ, સંસદ અને રાષ્ટ્રપતિ મહેલમાં તોડફોડ કરી છે. સમર્થકો દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાનો વિરોધ કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, બોલ્સોનારોના સમર્થકોએ દેશની રાજધાની બ્રાઝિલિયામાં પણ ઇમારતોમાં તોડફોડ કરી છે.

બ્રાઝિલના મીડિયા અનુસાર, બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકોએ રવિવારે સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ગૃહમાં તોડફોડ કરી. બ્રાઝિલની સેના દ્વારા બનાવવામાં આવેલી સુરક્ષા કોર્ડન તોડી નાંખી હતી. બ્રાઝિલિયાથી આવતા વીડિયોમાં બોલ્સોનારોના સમર્થકોની વિશાળ ભીડ જોઈ શકાય છે. બ્રાઝિલના રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા દેખાવકારોએ રાષ્ટ્રપતિ મહેલને ઘેરી લીધો હતો, જેના જવાબમાં પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો.

આ પણ વાંચો : 9 જાન્યુઆરી : આજે પ્રવાસી ભારતીય દિવસ, જાણો કેમ ઉજવાય છે આ દિવસ ?

અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 200 તોફાનીતત્ત્વોની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને ખદેડી દીધા છે અને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન આસપાસની સ્થિતિ નિયંત્રણમાં છે.

Back to top button