ટોપ ન્યૂઝવર્લ્ડ

આફ્રિકન દેશ સેનેગલમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : 38 લોકોનાં મોત

Text To Speech

આફ્રિકન દેશના સેન્ટ્રલ સેનેગલમાં કેફ્રીન નજીક બે બસો સામસામે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. આ દરમિયાન 87 ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ મેકી શૌલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ ગનીબી ગામમાં થયેલા માર્ગ અકસ્માતથી દુ:ખી છે. હું પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ઘટનાને પગલે રાષ્ટ્રપતિએ ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ માર્ગ સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરશે. અગાઉ 2017માં બે બસ અકસ્માતમાં 25 લોકોના મોત થયા હતા.

શું કહે છે અધિકારીઓ અને રિપોર્ટ્સ

આ બનાવ અંગે એક સ્થાનિક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, એક બસનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે તે બેકાબૂ બની ગઈ અને બીજી બસ સાથે અથડાઈ હતી. AFPની રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના કેફરીન શહેરની નજીક બની હતી. ઈમરજન્સી સર્વિસ ઓફિસર શેખ ફોલએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 125 લોકોનો ભોગ બન્યા છે. જેમાંથી 87 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

રાષ્ટ્રપતિએ સેનેગલમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ માર્ગ સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે રોડ અકસ્માત નેશનલ રોડ નંબર-1 પર થયો હતો. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, એક બસનું ટાયર પંક્ચર થતા તે બીજી બસ સાથે અથડાઈ અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 87 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

Back to top button