ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

તમારા આધાર કાર્ડ પર કેટલા સીમ ચાલુ બોલે છે ? આ રીતે જાણો

Text To Speech

આજકાલ સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓ વચ્ચે ડમી સીમકાર્ડ એ છેતરપિંડી કરવાનું મૂળ બની ગયું હોય તેમ લાગે છે. કારણ કે અવાર-નવાર વિવિધ માધ્યો થકી આપણા શહેર, રાજ્ય અને દેશ તથા વિદેશમાં પણ ડમી સીમકાર્ડના આધાર પર છેતરપિંડી કરવામાં આવતી હોવાનું આપણી જાણમાં આવે છે. ત્યારે આવી છેતરપિંડીની ઘટનાઓ અટકાવવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલે છે.

આ રીતે તમે પણ ચેક કરી શકો છો કે કોણે છેતરપિંડીથી તમારા નામનું સીમકાર્ડ લીધું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા આ અંગે એક વેબસાઇટ બહાર પાડવામાં આવી હતી. આ ખૂબ જ ઉપયોગી વેબસાઈટ છે. જેની મદદથી તમારા આધાર કાર્ડ ઉપર કેટલા સીમ આપવામાં આવ્યા છે તે જાણી શકાય છે. જો તમને લાગે છે કે સીમ ખોટી રીતે કાઢવામાં આવ્યું છે. તો તમે તેને બંધ પણ કરી શકો છો.

અહીં આપણે tafcop.dgtelecom.gov.in પોર્ટલ વિશે વાત કરી રહ્યા છીએ. આ વેબસાઇટ DoT દ્વારા બહાર પાડવામાં આવી હતી. તેની મદદથી એ ચેક કરી શકાય છે કે તેમના આધાર કાર્ડ પર કેટલા સિમ આપવામાં આવ્યા છે. આ સિવાય કોઈપણ અનધિકૃત સિમ બંધ કરવાની વિનંતી અહીંથી કરી શકાય છે

આધાર ઉપર કેટલા સીમ છે તે ચેક કરવા માટે સૌથી પહેલા તો તમારે tafcop.dgtelecom.gov.in પર જવું પડશે. આ પછી તમારે તેમાં તમારો એક્ટિવ નંબર આપવાનો રહેશે. આ પછી તમારા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે.પછી તમને તમામ નંબરોનું લિસ્ટ જોવા મળશે. જે તમારા આધારકાર્ડ ઉપર જારી કરાયા છે. અહીં તમે નંબર બંધ કરવાની વિનંતી પણ કરી શકો છો. આ માટે તમારે નંબરની સામે આપેલા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

તમને જણાવી દઈએ કે DoTની આ વેબસાઈટ હાલમાં માત્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશના કસ્ટમર્સ માટે જ ઉપલબ્ધ છે. એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ભારતના અન્ય રાજ્યો માટે પણ ઉપલબ્ધ થઈ જશે. જો કે, તેમાં થોડો સમય લાગી શકે છે. પરંતુ હાલમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં લોકો આનો લાભ લઈ શકે છે.

Back to top button