સ્પોર્ટસ

IPL બાદ હવે વુમન્સ IPLની તૈયારીમાં BCCI, જાણો ક્યારે યોજાઈ શકે છે ઓક્શન

Text To Speech

BCCIએ મહિલા આઇપીએલ માટેની તૈયારીઓ ઝડપથી શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરીમાં ઓક્શન થઈ શકે છે. હાલમાં બીસીસીઆઈએ આ ટુર્નામેન્ટના ટીમોના માલિકી માટે એક ટેન્ડર બહાર પાડ્યું હતું. તેમજ મીડિયા રાઈટ્સ માટે પણ ટેન્ડર બહાર પડાવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો : સૂર્યકુમારની સ્ફોટક બેટિંગ બાદ રાજકોટ હોટલમાં થઈ ભવ્ય ઉજવણી, વીડિયો થયો વાયરલ

ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં IPLની લોકપ્રિયતા જોતા BCCI WIPL એટલે વુમન્સ ઈન્ડિયન પ્રિમીયર લીગની તૈયારીઓ પુરજોશથી કરી રહી છે. WIPLમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે ફેબ્રુઆરીમાં ઓક્શન યોજાઈ શકે છે. વુમેન્સ આઇપીએલના ઓક્શનને લઇને બીસીસીઆઈએ ખેલાડીઓને જાણ કરવા માટે તમામ રાજ્યોને સુચના પણ મોકલી દીધી છે.

વુમન્સ IPL - Humdekhengenews

ટુર્નામેન્ટનું નામ ‘વુમન્સ T20’ હોઈ શકે છે

એક રીપોર્ટ મુજબ યોજાનાર ટુર્નામેન્ટ માટે 6 ફેબ્રુઆરીએ ઓક્શન થઈ શકે છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ખેલાડીઓને 26મી જાન્યુઆરીએ 5 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા જણાવામા આવ્યુ છે. ખેલાડીઓને મોકલેલ પેપરમાં ‘વુમન્સ આઈપીએલ’ની જગ્યાએ ‘વુમન્સ T20’ લખેલું હતું, જેને જોઇને લાગી રહ્યું છે કે, આ ટુર્નામેન્ટને આ જ નામથી ઓળખવામાં આવશે. આ શ્રેણી માર્ચ મહિનામાં મહારાષ્ટ્રમાં શરુ થઈ શકે છે.

આ પણ વાંચો : માત્ર લોહરી અને મકરસંક્રાંતિ જ નહીં, જાન્યુઆરીમાં ઉજવવામાં આવે છે આ 8 તહેવારો

વુમન્સ IPL - Humdekhengenews

કેપ્ડ અને અનકેપ્ડ ખિલાડીઓની બેઝ પ્રાઈઝ કેટલી ?

બીસીસીઆઈએ ઓક્શન માટે કેપ્ડ અને અનકેપ્ડ પ્લેયર આમ બે કેટેગરી બનાવી છે અને ભાગ લેનાર મહિલાઓને રજીસ્ટ્રેશન કરાવવા કહ્યું છે. કેપ્ડ પ્લેયર જે ભારત માટે રમી ચુકી છે અથવા હાલમાં જેનો સેન્ટ્રલ સાથે કરાર હોય તે ખિલાડી પોતાના માટે રૂપિયા 30, 40 કે 50 લાખ બેઝ પ્રાઈસ તરીકે નક્કી કરી શકે છે. આ સિવાય અનકેપ્ડ પ્લેયર માટે બેઝ પ્રાઈસ તરીકે રૂપિયા 10 લાખ અને 20 લાખ આમ બે ઓપ્શન આપવામાં આવ્યા છે. આ જ નિયમો વિદેશી ખિલાડીઓ માટે પણ લાગુ પડશે.

Back to top button