ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી કાંઝાવાલા કેસમાં આરોપીની મોટી કબૂલાત

Text To Speech

કાંઝાવાલા કેસમાં આરોપીઓએ નિર્દયતાની તમામ હદો વટાવી દીધી છે. હવે આ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વાહનમાં બેઠેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે ઘટનાના થોડા સમય બાદ જ ખબર પડી હતી કે અંજલિનો મૃતદેહ વાહનમાં ફસાઈ ગયો છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આરોપીઓએ મૃતદેહને બહાર કાઢ્યો ન હતો કારણ કે તેમને ડર હતો કે જો કોઈ તેમને લાશને બહાર કાઢતા જોશે તો તેઓ ફસાઈ જશે, તેથી આરોપીઓએ વિચાર્યું કે ચાલતા વાહનમાંથી લાશ આપો આપ બહાર આવી જશે.

આ પણ વાંચો : અંતિમ સંસ્કારમાં બોલાવાથી લઈને 5 હજાર કિલોનું કેક કટીંગ, જાણો યશના ફૈન્સના અતરંગી કિસ્સા

એટલે કે, આ આરોપીઓ સારી રીતે જાણતા હતા કે તેમની કારમાં એક મૃતદેહ ઘસડાય રહ્યો છે અને ફસાઈ જવાના ડરથી તેઓએ લાશને કેટલાય કિલોમીટર સુધી ખેંચી જવાનું યોગ્ય માન્યું. આરોપીઓએ ખુદ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અત્યાર સુધીનો આ ખુલાસો સૌથી મોટો ખુલાસો થયો છે, જેના કારણે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે.

દિલ્હી કાંઝાવાલા કેસ - Humdekhengenews

અંકુશ ખન્નાને જામીન મળી ગયા

દિલ્હીની એક અદાલતે શનિવારે અંકુશ ખન્નાને જામીન આપ્યા હતા, જેમણે કંઝાવાલા અકસ્માત કેસમાં કથિત રીતે આરોપીઓનો બચાવ કર્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાન્યા દલાલે શરણાગતિ સ્વીકારનાર ખન્નાને જામીન મંજૂર કર્યા હતા, કારણ કે તેમની સામેના આરોપો જામીનપાત્ર છે. આરોપીને રૂ. 20,000ના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.

Back to top button