અમદાવાદગુજરાતટ્રાવેલ

કોરોનાકાળથી રેલ્વેની બંધ આ સુવિધા 1 જૂનથી થશે શરૂ, જાણી લો ટ્રેનની મુસાફરીમાં હવે શું રહેશે સરળતા

Text To Speech

વેકેશનના સમયગાળામાં જો ટૂર પ્લાન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાંથી પસાર થતી લાંબા અંતરની ૨૧ ટ્રેનોમાં આગામી તા.૧ જુનથી મુસાફરોને જનરલ કોચમાં જનરલ ટિકિટ પર મુસાફરી કરવાની મંજુરી આપી દેવાઇ છે. અત્યાર સુધી રિઝર્વેશન ટિકિટ પર મુસાફરી કરી શકાતી હતી હવે તે ઝંઝટમાંથી મુક્તિ મળશે. અમદાવાદથી મુંબઇ, વલસાડ, વેરાવળ, સોમનાથ જતી ટ્રેનોમાં હવે ટિકિટ બારી પરથી સામાન્ય ટિકિટ લઇને પણ મુસાફરી કરી શકાશે.

મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ પણ મળશે. બાન્દ્રા-અમદાવાદ-બાન્દ્રા સુપરફાસ્ટ, બાન્દ્રા-ગાંધીધામ-બાન્દ્રા સુપરફાસ્ટ, દાદર-ભુજ-દાદર સુપરફાસ્ટ, વલસાડ-અમદાવાદ-વલસાડ મેલ એક્સપ્રેસ, અમદાવાદ-વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ, ગાંધીનગર-ઇન્દોર-ગાંધીનગર મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ ટિકિટ મળશે. જેથી આ ટ્રેનોના યાત્રિકોની સંખ્યામાં ધરખમ વધારો આવશે તે નક્કી છે.

ઉપરાંત ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ, સાબરમતી-ભગત કી કોઠી મેલ એક્સપ્રેસ, અમદાવાદ-સોમનાથ-અમદાવાદ મેલ એક્સપ્રેસ તેમજ ગાંધીધામ-ભાગલપુર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને જનરલ ટિકિટ મળી રહેશે. આમ અમદાવાદને વિવિધ રાજ્યોના મથકો સાથે જોડતી ટ્રેનમાં હવે જનરલ ટિકિટ મળતી થઈ જવાને કારણે ઘણા લોકોને રાહત મળશે.

આ પણ જાણો…

ટ્રેનના આગમન,પ્રસ્થાનનો સમય બદલાયો
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે રતલામ ડિવિઝનના ઈન્દોર અને ડૉ. આંબેડકર નગર વચ્ચે દોડતી ટ્રેન નંબર 09542 ઈન્દોર ડૉ. આંબેડકર નગર ડેમુ સ્પેશિયલ ટ્રેનના આગમન,પ્રસ્થાનનો સમય 30મી મે, 2022થી નીચે મુજબ બદલવામાં આવી રહ્યો છે. છે.

Back to top button