ટોપ ન્યૂઝનેશનલ

હિમાચલની સુખુ સરકારે મંત્રીમંડળનું કર્યું વિસ્તરણ, પૂર્વ મુખ્યમંત્રી સહિત છ મંત્રીઓએ લીધા શપથ

Text To Speech

હિમાચલ પ્રદેશમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની સરકારના મંત્રીઓએ આજે શપથ લીધા. ડિસેમ્બરમાં યોજાયેલી હિમાચલપ્રદેશની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. ત્યારે સુખવિંદર સિંહ સુખુને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેના એક મહિના બાદ મંત્રીમંડળ માટે મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે.

શપથ ગ્રહણ સમારોહમાં કુલ સાત ધારાસભ્યોએ પદના શપથ લેવડાવ્યા હતા. જેમાં ધની રામ શાંડિલ, ચંદર કુમાર, હર્ષવર્ધન ચૌહાણ, જગત સિંહ નેગી, રોહિત ઠાકુર, અનિરુદ્ધ સિંહ અને વિક્રમાદિત્ય સિંહનો સમાવેશ થાય છે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહે મુખ્યમંત્રી પદની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ, પસંદગી ન થવાને કારણે તે નારાજ પણ હતા.શિમલામાં આયોજિત સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી પણ હાજર રહ્યા હતા. રાજ્યપાલે ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા.

Back to top button