ઉત્તરાખંડમાં જોશીમઠની ઘટના પર હવે વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન કાર્યાલય પણ નજર બનાવી રાખી છે. આ માટે વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે. જેમાં ઉત્તરાખંડના વરિષ્ઠ અધિકારીઓથી લઈ એનડીઆરએફની ટીમ તેમજ વૈજ્ઞાનિકોની પણ મદદ અને સલાહ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો : એવી તો શું છે ભવિષ્યવાણી જેનાથી જોશીમઠના લોકોને લાગી રહ્યો છે ડર ?
જોશીમઠમાં મકાનમાં ઘર અને તિરાડ પડવાના કારણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમને તમામ લોકોના આશ્વાસન આપવાની વાત કરી હતી. ઉત્તરાખંડમાં જોશીમઠ પછી કર્ણપ્રયાગમાં ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી છે. અહીં માત્ર થોડા જ લોકો બાકી છે. પરંતુ હજુ સુધી સરકાર કે વહીવટીતંત્ર દ્વારા તેમને રહેવા માટે કોઈ નક્કર જગ્યા આપવામાં આવી નથી.
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડોનો આતંક હજુ સમાપ્ત થયો નથી કે ગઢવાલ ડિવિઝનના કર્ણપ્રયાગમાં આવી જ એક ઘટના સામે આવી છે. અહીં બહુગુણા નગરમાં ભૂસ્ખલનને કારણે 30થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. પરિસ્થિતિને જોતા અસરગ્રસ્ત મકાનોમાં રહેતા તમામ પરિવારોએ પોતાના ઘર ખાલી કરીને સલામત સ્થળે આશરો લીધો છે. કેટલાક પોતાના સંબંધીના ઘરે પહોંચી ગયા છે, તો કેટલાકે ખુલ્લા આકાશ નીચે તાડપત્રીનો તંબુ બાંધીને સરકાર પાસેથી રાહતની રાહ જોઈ રહ્યાં છે.
શિવલિંગમાં તિરાડ
શંકરાચાર્ય આશ્રમમાં ભારે નુકસાન થયું છે. શિવલિંગમાં તિરાડો પડી છે. પરિસરનાં બિલ્ડિંગમાં, લક્ષ્મીનારાયણ મંદિરની આસપાસ મોટી મોટી તિરાડો પડી છે. જ્યોર્તિમઠનાં પ્રભારી બ્રહ્મચારી મુકુંદાનંદે કહ્યું છે કે મઠનાં પ્રવેશદ્વાર, લક્ષ્મીનારાયણ મંદિર અને તેનાં સભાગૃહમાં તિરાડો પડી છે. ટોટકાચાર્ય ગુફા, ત્રિપુર સુંદરી રાજરાજેશ્વરી મંદિરને સખત નુકસાન થયું છે. છેલ્લા એક વર્ષથી જમીન ધસી રહી છે પણ સત્તાવાળાઓ દ્વારા ધ્યાન નહીં આપતા સ્થિતિ વણસી છે. જોશીમઠની જમીનની નીચે સતત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેને અંકુશમાં રાખવાનો કોઈ ઉપાય મળ્યો નથી.
અસરગ્રસ્ત મકાનોમાં રહેતા લોકોએ જણાવ્યું કે અહીંથી લગભગ બે પરિવારો સ્થળાંતર કરી ગયા છે. અહીં માત્ર થોડા જ લોકો બાકી છે. પરંતુ હજુ સુધી સરકાર કે વહીવટીતંત્ર દ્વારા તેમને રહેવા માટે કોઈ નક્કર જગ્યા આપવામાં આવી નથી. મજબૂરીમાં લોકોને ખુલ્લા આકાશ નીચે તાડપત્રીના તંબુમાં રાત વિતાવવી પડી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કર્ણપ્રયાગના અપર બજાર વોર્ડના 30 પરિવારો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોને આશંકા છે કે આ ખતરો હજુ વધી શકે છે.
ગઢવાલના ડિવિઝનલ કમિશનર સુશીલ કુમાર સિંહના જણાવ્યા અનુસાર ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાને ઈમરજન્સીમાં સતર્ક રહેવાની જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અન્ય વિસ્તારોમાં રાહત કાર્ય અને દેખરેખ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) પાસેથી પણ મદદ લેવામાં આવી રહી છે. ઈસરોની સેટેલાઇટ ઈમેજીસની મદદથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે.