સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં તેજી, જાણો કેટલા સુધી પહોચ્યો ભાવ
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુ બાદ મગફળીના ભાવમાં વધારો થયો છે. જે ખેડૂતો હાલમાં બાકી રહેલો સ્ટોક વેચી રહ્યા છે તેમને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે. જેથી મગફળીના ભાવ 1450એ પહોંચ્યાતા ખેડૂતોમા ખુશીનો માહેલ જોવા મળી રહ્યો છે.
મગફળીના ભાવ 1450એ પહોંચ્યા
મહત્વનું છે કે હાલમાં માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ઓછી થઈ રહી છે. ત્યારે મગફળીના ભાવમાં નોંધાયો છે. મોટાભાગના ખેડૂતોએ તેમની મગફળીને વેચી દીધી છે. ત્યારે મગફળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. પહેલા સસ્તા ભાવમાં ખેડૂતોએ મગફલી વેચી દીધી ત્યારે હાલમાં મગફળીના ભાવ 1450એ પહોંચ્યા છે. હાલ મગફળી ઓછી આવતા મગફળીનો ભાવ આગામી દિવસોમાં 1500 રૂપિયા મણે પહોંચે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે હાલ સિંગતેલના ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પણ હવે આવક ઓછી થઈ ગઈ છે. ત્યારે મગફળીના ભાવમાં તેજી જેવા મળી રહી છે.
અગાઉ જીરુના ભાવમાં વધારો થયો હતો
અગાઉ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં અગાઉ જીરુના ભાવમાં તેજી જોવા મળી હતી. જેથી ખેડૂતોને જીરુના સારા ભાવ મળી રહ્યા છે. નવા જીરુંનો લઘુતમ ભાવ રૂ. 5100 હતો. જ્યારે સૌથી ઊંચો ભાવ રૂ.11,111 બોલાયો હતો. નવા જીરુંમાં ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો : અમદાવાદીઓના આરોગ્ય સાથે ચેડા, એક સપ્તાહમાં લીધેલા 66 નમૂના પૈકી ગાંઠિયા, જ્યૂસમાં મળી ભેળસેળ