ચીન હાલમાં કોવિડના કેસો અને તેનાથી થતા મૃત્યુની આંકડો સતત વધી રહ્યો છે. સંક્રમણ સંબંધિત સત્તાવાર માહિતી ન હોવાથી શહેરની ગંભીરતાનો અંદાજ કાઢવો મુશ્કેલ બને છે.
બેઇજિંગ : ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. સતત વધી રહેલા કેસોને કારણે ત્યાંની આરોગ્ય વ્યવસ્થાને ગંભીર અસર થઈ સુધી કે હવે ચીને પણ સ્વીકાર્યું છે કે કોરોના વાયરસની આ સ્થિતિઓને કારણે દવાઓની અછત સર્જાઈ છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ જણાવે છે કે દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ સંક્રમણના વધતા કેસોને કારણે સ્વાસ્થ્ય સંસાધનોની અછત સર્જાઇ છે.
આ પણ વાંચો : પાલિતાણા વિવાદને લઈને સરકાર એક્શનમાં, ટાસ્ક ફોર્સના 8 સભ્યોની કરી જાહેરાત
NHC સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ચીને એવા સમયગમાંથી પસાર થઈ રહ્યુ છે કે જ્યાં ચેપ ઝડપથી વધી રહ્યો છે. NHC ના વૈજ્ઞાનિક જિઆઓ યાહુઈએ જણાવ્યું હતું કે ઘણા શહેરોમાં કોવિડ-19ની અસર ટોચ પર હોવાથી ગંભીર રીતે કેસ સતત વધી રહ્યા છે અને વસંત ઉત્સવ દરમિયાન લોકોની સંખ્યામાં વધારો થતાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણનો દર સતત વધી શકે છે, જે તબીબી સંસાધનોને પડકાર આપી શકે છે.
ચીનમાં હોસ્પિટલો અને સ્મશાનગૃહ ભરેલા છે
ચીનની હાલત હાલ કોવિડના કારણે અત્યંત ખરાબ છે અને તેનાથી થતા મૃત્યુની ગંભીર લહેરનો સામનો કરી રહ્યું છે. સંક્રમણ સંબંધિત કોઈ સત્તાવાર માહિતી ન હોવાથી અહીં શહેરની ગંભીરતાનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ આંકડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે ડિસેમ્બર 2019 માં રોગચાળો શરૂ થયા પછી ચીને પ્રથમ વખત આરોગ્ય સંસાધનોમાં તેની અછત જાહેર કરી છે. અહેવાલો સૂચવે છે કે ચીનમાં હોસ્પિટલો અને શબઘર ભરેલા છે.
સ્થિતી આટલી હદ સુધી વણસી છે તેનું મુખ્ય કારણ છે, ડિસેમ્બરની શરૂઆતમાં ચીનમાં ‘ઝીરો કોવિડ પોલિસી’ હેઠળના તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા. જોકે પ્રતિબંધો હળવા થયા પહેલા જ ચીનમાં કેસ વધી રહ્યા હતા. આ કેસોમાં હજુ વધારો થવાની આશંકા છે.
આ પણ વાંચો : આજે GPSC વર્ગ-1 અને 2ની પરીક્ષા, 1.61 લાખ પરીક્ષાર્થીઓનું ભાવિ નક્કી થશે
હાલની લહેર શરૂ થયા સમયે ચીનમાં કેટલાક લોકોમાં ‘હાઇબ્રિડ પ્રતિરક્ષા’ થોડા અંશે ઓછી થઇ હતી પરંતુ સંપૂર્ણ રીતે ખતમ પણ થઇ ગઇ હશે, એવું લાગતું નથી, આ સિવાય સૂત્રો દ્વારા પણ જાણકારી મળી રહી છે કે, ચીનમાં વૃદ્ધોનું રસીકરણ યુવાઓની તુલનામાં ઓછું થયુ છે. જો આ સત્ય છે તો સંક્રમણની સાથેસાથે ગંભીર બીમારીઓ અને મોતો પણ થયા હશે.
પ્રકોપ પર લગામ?
ચીનમાં હાલ જે કોવિડ-19ની ચપેટમાં છે તેનો કોઈપણ સત્તાવાર માહિતી નથી. તેથી ત્યાં કેટલી ગંભીર હાલત છે તેનું અનુમાન લગાવી શકાય તેમ નથી. તેમજ આ સ્થિતી પર ક્યારે લગામ લગાશે તે કહેવુ મુશ્કેલ છે.
સ્વાસ્થ્ય વિશે આંકડાઓમાં જાણકારી આપનારી બ્રિટિશ સંસ્થા ‘એયરફિનિટી’નું અનુમાન છે કે, ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સંક્રમણના 3 કરોડ 32 લાખ મામલા આવ્યા છે અને 1,92,400 મોત થયા છે પરંતુ ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગની બેઠકમાં લીક થયેલી એક જાણકારી અનુસાર અનુમાન છે કે, ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં લગભગ 25 કરોડ લોકો એટલે કે જનસંખ્યાના લગભગ 18 ટકા સંક્રમિત થયા હતા.