ગુજરાતટ્રેન્ડિંગ

અનાજ કૌંભાડ મામલે સરકાર એક્શનમાં, ગુજરાતના તમામ ગોડાઉનો હવે CCTVથી સજ્જ

Text To Speech

રાજ્યમાંથી છાસવારે સરકારી ગોડાઉનમાં અનાજનું કૌભાંડ થતુ હોય છે. ત્યારે આ મામલે હવે સરકારે એક્શનમાં આવી છે. અને સરકારી અનાજનું કૌભાંડ આચરનારાઓને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે રાજ્યના તમામ ગોડાઉનમાં CCTV લગાવવામાં આવશે અને સરકારી અનાજ પર નજર રાખવામાં આવશે.

248 ગોડાઉનમાં 6000 કેમેરા ગોઠવી દેવાયા

છેલ્લા કેટલાક સમયથી અનાજ કૌભાંડની ઘટનાઓમાં વધારો થયો છે. કૌભાંડીઓને જાણે કાયદાનો ડર ન હોય તેમ સરકારી અનાજનું કૌભાંડ થતું હોય છે. ત્યારે હવે સરકાર આ મામલે મોટુ એક્શન લેવા જઈ રહી છે. અને રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ ડામવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તમામ ગોડાઉનમાં CCTV લગાવાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના 248 ગોડાઉનમાં 6000 કેમેરા લગાવી દેવામા આવ્યા છે.

સરકારી અનાજ-humdekhengenews

અનાજના કૌભાંડીઓને ઝડપી પાડવા કવાયત

રાજ્યમાં સરકારી અનાજને સગેવગે કરવા માટે તત્વો સક્રિય થતા હવે સરકાર પણ આ મામલે એક્ટીવ જોવા મળી રહી છે. અને ગરીબોનું અનાજ ખાનારા કૌભાંડીઓને પકડી પાડવા માટે આધુનિક ઢબે કામ કરી રહ્યું છે. જે અંતર્ગત સરકારી અનાજના ગોડાઉનમાં હવે CCTV લગાવાવી નજર રાખવામાં આવશે. રાજ્યના પુરવઠા હસ્તકના તમામ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.  અંદાજે 100 કરોડના ખર્ચે રાજ્યના તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવાનુ કામ હાથ ધરવામાં આવ્યું છે. જે હવે પુર્ણ થવા આવ્યું છે. આ ગોડાઉનમાં લગાવેલા કેમેરાનુ સીધુ મોનિટરીંગ ગોડાઉન મેનેજર અને જીલ્લા પુરવઠા અધિકારીની કચેરીથી કરી શકાશે. સાથે જ ગાંધીનગર પુરવઠા નિગમની કચેરીમા પણ એક કમાંડ એંડ કંટ્રોલ સેંટર રૂમ તૈયાર કરવામા આવી રહ્યો છે. તેમજ અન્ન પુરવઠા વિભાગના વાહનોને પણ GPSથી સજ્જ કરાશે. જેથી સરકારી અનાજને લઈ જવાતા વાહનો વિશે પણ જાણકારી મળી રહેશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી સાથે શર્ટલેસ બાળકના ફોટો પર ગરમાયું રાજકારણ, બીજેપી નેતાઓએ કરી આકરી ટીકા

Back to top button