નેશનલ

‘ભારતીય નારી સબ પૈ ભારી’ : વિદેશી ધરતી પર IAFની પહેલી મહિલા પાયલટ બતાવશે તાકાત

હાલ મહિલાઓ જ્યારે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ત્યારે Indian Air Forceની સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી વિદેશની ધરતી પર હવાઈ યુદ્ધ અભ્યાસનો ભાગ બનીને દેશનું ગૌરવ વધારવા જઈ રહી છે. અવની દેશની પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ બની. આ માટે તે ટૂંક સમયમાં જ જાપાન જવા રવાના થશે. સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી સુખોઈ Su-30MKIની પાયલોટ છે.

આ પણ વાંચો : 50 લાખના ખર્ચે મહિલાઓ માટે બનતા ‘પિન્ક ટોયલેટ’ની શું છે વિશેષતા ?

વિદેશમાં યોજાનારા હવાઈ યુદ્ધ અભ્યાસ માટે ભારતીય વાયુસેનામાં ભારતીય ફાઈટર પાઈલટ તો તમે જોયા હશે. પરંતુ આ વખતે વિદેશમાં યોજાનારા હવાઈ યુદ્ધ અભ્યાસ માટે ભારતીય વાયુસેનાની એક મહિલા ફાઈટર પાઈલટનો ભારતીય ટુકડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલીવાર જોવા મળશે કે જ્યારે કોઈ મહિલા ફાઈટર પાઈલટને વિદેશમાં હવાઈ યુદ્ધ અભ્યાસનો ભાગ બનવાની તક મળી રહી છે. IAFની મહિલા અધિકારીઓ, ફ્રાન્સની વાયુસેના સહિત ભારતની મુલાકાત લેનાર વિદેશી ટુકડીઓ સાથે હવાઈ યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવાની તક મળી છે. પરંતુ આ પ્રથમ વખત હશે, જ્યારે ભારતની દીકરી વિદેશની ધરતી પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. તાજેતરમાં જ બે મહિલા પાયલટોએ પણ ફ્રેન્ચ વાયુસેના સાથે યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો હતો.

Indian Air Force - Humdekhengenews

ભારતની પહેલી ત્રણ મહિલા ફાઈટર પાઈલટમાંથી એક સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી જે યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવાની છે. આ માટે તે ટૂંક સમયમાં જ જાપાન જવા માટે રવાના થશે. સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી સુખોઈ Su-30MKIની પાયલોટ છે. આ યુદ્ધ અભ્યાસને ‘વીર ગાર્ડિયન 2023’ નામ આપવામાં આવ્યું છે. આ યુદ્ધ અભ્યાસ 16 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી જાપાનના ઓમિટામામાં હાયકુરા એરબેઝ અને તેની આસપાસના એરફિલ્ડ્સ અને સયામામાં ઇરુમા એરબેઝ ખાતે યોજાશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી સાથે શર્ટલેસ બાળકના ફોટો પર ગરમાયું રાજકારણ, બીજેપી નેતાઓએ કરી આકરી ટીકા

Su-30MKiને કહ્યું સૌથી ઘાતક વિમાન

સ્ક્વોડ્રન લીડર ભાવના કંથેએ IAFના Su-30MKIને સ્વદેશી શસ્ત્રથી સજ્જ શ્રેષ્ઠ અને ઘાતક વિમાનોમાંનું એક ગણાવ્યું. તેમણે કહ્યું, Su-30MKi એક મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે, જે વારાફરતી એર-ટુ-ગ્રાઉન્ડ અને એર-ટુ-એર મિશન પાર પાડી શકે છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા સ્ક્વોડ્રન લીડર ભાવનાએ કહ્યું, આ એરક્રાફ્ટની ખાસ વાત એ છે કે તે હાઈ સ્પીડ અને લો સ્પીડ બંને પર દાવપેચ કરી શકે છે. તેમાં ઘણું બળતણ ભરવાને કારણે લાંબા અંતરના મિશન પણ હાથ ધરવામાં આવી શકે છે. તેમજ તે ખૂબ જ લાંબી સહનશક્તિ ધરાવે છે.

Indian Air Force - Humdekhengenews

એરફોર્સનો હિસ્સો બનીને ગર્વ: સ્ક્વોડ્રન લીડર ભાવના

સ્ક્વોડ્રન લીડર ભાવનાએ કહ્યું કે આ એરક્રાફ્ટ લેટેસ્ટ છે અને કોઈપણ લેટેસ્ટ હથિયારને સરળતાથી ધારણ કરી શકે છે. જેના કારણે તે કોઈ પણ મિશનને સરળતાથી પાર પાડી શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે એક મહિલા પાયલોટ તરીકે કેવું અનુભવે છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે, વિમાનને ખબર નથી કે તે પુરુષ દ્વારા ઉડાવી રહ્યું છે કે મહિલા. તે એરફોર્સનો હિસ્સો બનીને ગર્વ અનુભવી રહી છે.

Back to top button