ગુજરાત

શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય પોલીસના બે અધિકારીઓને ‘અસાધારણ આસૂચના’ પદક-2022થી સન્માનિત કરાયા

Text To Speech

પોલીસ દ્વારા થતી સારી કામગીરીને બિરદાવવામાં આવે અને પોલીસની ફરજ નિષ્ઠાને સમાજમાં એક ઓળખ મળે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પોલીસ અધિકારીઓને તેઓની પ્રશંસનીય કામગીરી બદલ પદક આપી સન્માન કરવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષે ગૃપ્ત માહિતી અને ગૃપ્ત કામગીરી સંદર્ભે ઉત્તમ કામગીરી કરનાર દેશભરના પોલીસ વિભાગો અને અન્ય કેન્દ્રીય એજન્સીના અધિકારીઓને અસાધારણ આસૂચના પદકથી સન્માનિત કરવામાં આવે છે.

ત્યારે હવે વર્ષ 2022 માટે ગુજરાત રાજ્યમાંથી ATS ના નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી દિપન ભદ્રન અને આણંદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી કીરણ ચૌધરીને અસાધારણ આસૂચના પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિદ્ધી બદલ રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા દ્વારા પોલીસ ભવન ગાંધીનગર ખાતે બંને અધિકારીઓને રૂબરૂ અભિનંદન પાઠવીને સન્માન કરવામાં આવ્યું હતું. દિપન ભદ્રન અમદાવાદ ડીસીપી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુક્યા છે. જ્યાં તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી. જેને લઈને તેમને આ પદક માટે યોગ્ય માની તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પસંદગી પામેલ અધિકારીઓની ઉત્તમ કામગીરીને બિરદાવવા, તેમનું મનોબળ વધારાવા તેમજ ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા ઉત્તમ સેવા આપીને ગુજરાત પોલીસનું ગૌરવ વધારવામાં આવે તેવા વિશ્વાસ સાથે પોલીસ ભવન ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓની હાજરીમાં રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા ‘અસાધારણ આસૂચના’ પદકના વિજેતાઓને પ્રશંસાપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : અનાજ કૌંભાડ મામલે સરકાર એક્શનમાં, ગુજરાતના તમામ ગોડાઉનો હવે CCTVથી સજ્જ

Back to top button