ગુજરાતમધ્ય ગુજરાત

જાણીતા ગાયક કૈલાસ ખેરે હીરાબાને આપી શ્રદ્ધાંજલિ, તેમના ઘરે જઈ સ્તુતિ ગાઈ હતી

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન થયાને દશ દિવસ જેવો સમય વીતી ગયો છે. ત્યારે ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને જાણીતા ગાયક કૈલાસ ખેર પહોંચ્યા હતા તેઓએ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી અને ત્યાં હીરાબાને યાદ કરી સ્તુતિ ગાઈ હતી.

શ્રદ્ધાંજલિ અંગે ખેરે વીડિયો કર્યો હતો ટ્વિટ

પીએમના માતાના નિધન બાદ તેમને અનેક લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દેશ વિદેશના દિગ્ગજ નેતાઓ, હસ્તીઓએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતમાં પણ વડનગરમાં લોકો શોકાતુર બન્યાં હતાં. ત્યારે કૈલાશ ખેરે હીરાબાને સ્તુતિ ગાઈને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે અંગે કૈલાશ ખેરે ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, પરમ પિતા પરમેશ્વરની દયા દ્રષ્ટિ, ગુરુમહારાજની કૃપાથી આપણા પીએમ મોદીના પરિવાર સાથે માં હીરાબાને સ્તુતિ વંદન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું. માં હીરાબા તો પંચ તત્વમાં વિલીન થઈને પણ સંસ્કાર સ્વરૂપિણી ભગીરથી બનીને પરિવારજનોમાં સ્થાપિત થઈ ગયાં. આજના પ્રારબ્ધને નમન.

Back to top button