ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

હાશ…કેરળમાં ચોમાસું બેઠું ! ગુજરાતમાં હવે પડશે વરસાદ

Text To Speech

ગુજરાતમાં ઉકળાટ અને ગરમીથી હવે થોડા સમયમાં જ રાહત મળશે. કારણકે, કેરળમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે. આ વખતે કેરળમાં ત્રણ દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે. સામાન્ય રીતે ચોમાસું પહેલી જૂન સુધી કેરળ આવી જાય છે. પરંતુ, આ વખતે સમય પહેલા કેરળમાં ચોમાસાની દસ્તક થઈ ચૂકી છે. કેરળમાં ચોમાસું બેસી ગયું હોવાથી હવે ગુજરાતમાં થોડા જ સમયમાં વરસાદનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં 20 જૂન સુધી ચોમાસું પહોંચવાની આગાહી કરવામાં આવી છે..તો, રાજસ્થાન અને હિમાચલમાં 25 જૂન સુધી જ્યારે હરિયાણા અને પંજાબમાં 30 જૂન સુધી ચોમાસું પહોંચવાની હવામાન વિભાગની આગાહી છે.

(ફાઈલ તસવીર)

પહેલા હવામાન વિભાગે ચક્રવાત અસાનીના શેષ ભાગના કારણે 27મેના રોજ મોનસૂન કેરળ પહોંચવાની આગાહી કરી હતી. પરંતુ, અસાનીનો પ્રભાવ ઘટી જતા, તે ચક્રવાત એક પખવાડિયા પહેલા બંગાળની ખાડી સુધી આવી ગયું હતું.

દિલ્લી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે
ચોમાસાએ કેરળમાં દસ્તક દેવાના કારણે દેશના ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. તો બીજી તરફ ગરમીથી હેરાન થયેલા લોકો પણ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે, દિલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં આંશિક વાદળછાયું વાતાવરણ છે. યમુનાનગર, સહારનપુર, ગંગોહ, દેવબંદ, મુઝફ્ફરનગર, કાંધલા, ખતૌલી, સકોટી તાંડા, હસ્તિનાપુર, બરૌત, દૌરાલા સહિત યુપીના વિસ્તારોમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અને વરસાદ પણ પડી શકે છે.

(ફાઈલ તસવીર)

બિહારની વાત કરીએ તો રાજધાની પટના સહિત આઠ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. પટનામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. બિહારના શાલી, મુઝફ્ફરપુર, ગયા, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા અને અરરિયાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી સાગર, જબલપુર, ચંબર, રીવા, સતના, ભોપાલ અને નર્મદાપુરમ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ગાલેના અખાત અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે આગામી ત્રણ દિવસ આવું જ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Back to top button